મહિલાઓ સાવધાનઃ ‘એન્ટિ-કેન્સર ફૂડ્સ’ને ડાયટમાં સામેલ કરો અને જોખમ ઘટાડો
કેન્સરનું જોખમ વધ્યું!
તંદુરસ્ત આહાર અને લાઇફસ્ટાઇલ સુધારીને કેન્સરના કોષોના વિકાસને અટકાવી શકાય
કેન્સર એક એવી બીમારી છે, જે અત્યારે ઝડપથી ફેલાઈ રહી છે, તેમાંય મહિલાઓમાં જોખમ વધી રહ્યું છે. કેન્સરને કારણે મોતનું પ્રમાણ પણ વધ્યું છે. ભારતમાં પણ સૌથી ઝડપથી કેન્સરના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં દર એક લાખમાં લગભગ 100 લોકોમાં કેન્સરની બીમારીનો ભોગ બની રહ્યા છે. આઈસીએમઆરના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2023માં કેન્સરના કેસની સંખ્યા 14 લાખથી વધારે હતી.
વિસ્તૃત વાત કરીએ તો 2015 અને 2019ની વચ્ચે પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, લગભગ 51.1 ટકા હતું, પરંતુ કેન્સરથી થનારા મોતમાં પુરુષોની સંખ્યા (55 ટકા) મહિલાઓની તુલનામાં (45 ટકા) હતી.
જોકે, હેલ્ધી ડાયેટ અને લાઈફસ્ટાઈલ સુધારવાથી કેન્સરનું જોખમ એકંદરે ઘટાડી શકાય છે. જાણીતા ન્યુટ્રિશિયન કહે છે એન્ટ કેન્સર ફૂડ્સના સેવનથી કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે અને કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. તમારા આહારમાં તેનો સમાવેશ કરવાથી તમારા એકંદર સ્વાસ્થ્ય અને ઉંમરમાં વધારો થઈ શકે છે. હળતરનું સેવન કરી શકો છો, જે એન્ટિ ઈન્ફ્લેમેટરી, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણધર્મો ધરાવે છે. કેન્સરના કોષોને રોકવા માટે મદદરુપ બને છે, તેથી શાકભાજી, દાળ, રાઈસ કોઈ પણ ફૂડમાં ઉપયોગ કરી શકો.
હળદર સિવાય ફૂડમાં લસણનો ઉપયોગ કરી શકો છો. લસણ લોહીને શુદ્ધ કરવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં મદદરુપ બને છે. તે કોષની વૃદ્ધિ ધીમી પાડે છે અને ખાસ કરીને કોલોન કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સર માટે અસરકારક છે. લસણ સિવાય બ્રોકોલી અને પાલક પણ એન્ટિ કેન્સર ફૂડ છે, જેમાં સલ્ફોરાફેન નામનું તત્ત્વ હોય છે, જે સૌથી વધુ શક્તિશાળી છે. ફૂડમાં રોજ ઉકાળેલું બ્રોકલીનું સેવન કરી શકો છે, જે તમારા શરીરમાં આરબીસી અને અન્ય બીમારી દૂર કરવામાં મદદરુપ બને છે.
છેલ્લે આંબળા અને ફ્લેક્સી સીડ્સનું સેવન પણ ફાયદાકારક રહે છે. ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા થ્રી ફેટી એસિડનું પ્રમાણ રહેલું છે. એન્ટિ ઓક્સિડન્ટ્સનો પણ શ્રેષ્ઠ સોર્સ છે. આંબળા પણ કેન્સર સામે લડવા માટે શ્રેષ્ઠ છે. વિટામીનથી ભરપુર એક આંબળામાં 20 લીંબુ બરાબર છે, જેથી રોજ એક આંબળાનું સેવન કરવાથી તમારા ડીએનએની રક્ષા કરે છે, જ્યારે બીમારીઓને દૂર કરવા માટે ઈમ્યુનિટી વધારે છે.
(આ લેખનો ઉદ્દેશ ફક્ત માહિતી આપવાનો છે, જેમાં કોઈ બીમારી સંદર્ભે ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી. બાકી વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)
