બોલીવુડના આ 7 સ્ટાર કપલ્સના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં, જાણો કોણ છે આ યાદીમાં
બોલીવુડની ગ્લેમરસ દુનિયામાં સંબંધો બનતા અને બગડતા વાર નથી લાગતી. ચાહકો જે જોડીઓને આદર્શ માનતા હોય છે, ક્યારેક તે જ જોડીઓ અલગ થઈને બધાને ચોંકાવી દે છે. અહીં એવા 7 જાણીતા કલાકારો વિશે વાત કરવામાં આવી છે જેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બોલીવુડ જ નહીં, પરંતુ ક્રિકેટ યા સ્પોર્ટસની દુનિયામાં પણ એવું જોવા મળ્યું છે કે લગ્નજીવન લાંબા ગાળે નિષ્ફળ રહે છે. આવું જ ઉદ્યોગપતિના જીવનમાં બને છે, પરંતુ આજે વાત કરીએ એવા સાત સ્ટાર કપલ્સની જેમનું જીવન નિષ્ફળ રહ્યા પછી પણ ચર્ચામાં રહ્યું છે.
રિતિક રોશન અને સુઝેન ખાન: બાળપણના મિત્રો અને પ્રેમી એવા આ કપલે 2000માં લગ્ન કર્યા હતા, પરંતુ 14 વર્ષ બાદ 2014માં તેમના છૂટાછેડા થયા હતા, પરંતુ ત્યાર પછી રિતિક રોશન ચર્ચામાં રહે છે. ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આમ છતાં સુઝેન ખાન અને રિતિક રોશનના સંબંધોમાં ઓટ આવી નથી આજે પણ ફ્રેન્ડ થઈને જીવન પસાર કરે છે.
આમિર ખાન: આમિર ખાને બે વાર લગ્ન કર્યા અને બંને નિષ્ફળ રહ્યા. પહેલા રીના દત્તા અને ત્યારબાદ કિરણ રાવ સાથે પણ તેમના સંબંધો લાંબા ન ચાલ્યા. બોલીવુડમાં કદાચ સૌથી વધુ લગ્ન અને છૂટાછેડા યા અફેર માટે આમિર ખાન જાણીતો છે. રીના દત્તા, કિરણ રાવ અને હવે પ્રોફેસર સાથે જીવન વ્યતિત કરે છે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહ: સૈફ અલી ખાને પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. 13 વર્ષ સાથે રહ્યા બાદ 2004માં તેઓ અલગ થયા. સૈફ અલી ખાન 2004માં છૂટાછેડા પછી કપૂર ખાનદાનની દીકરી કરિના કપૂર સાથે લગ્ન કર્યા છે, જેને આજે બે દીકરા છે, પરંતુ આ સ્ટાર કપલ પણ ચર્ચામાં રહે છે. ચાહે પરિવારની સંપત્તિ હોય કે અન્ય વિવાદ.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા: બોલીવુડની સૌથી હોટ જોડી ગણાતી મલાઈકા અને અરબાઝના લગ્ન 19 વર્ષ બાદ 2017માં તૂટ્યા હતા. મલાઈકા અરોરાએ અરભાજ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી આજે પણ દીકરા અરહાન સાથે મલાઈકા રહે છે, પરંતુ બોલીવુડની અન્ય કલાકારો કરતા વધુ પણ સ્ટાઈલ અને ફેશનને લઈ ચર્ચામાં રહે છે.
ફરહાન અખ્તર અને અધુના ભબાની: જાણીતા ડાયરેક્ટર અને એક્ટર ફરહાન અખ્તરે 16 વર્ષના લગ્ન જીવન બાદ પત્ની અધુનાથી છૂટાછેડા લીધા હતા. ફરહાન અખ્તરે 2017માં અધુના સાથે છૂટાછેડા લીધા હતા, જેમાં બંનેને દીકરી પણ છે, પરંતુ છૂટા થયા પછી પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.
કરિશ્મા કપૂર અને સંજય કપૂર: કપૂર ખાનદાનની દીકરી કરિશ્માના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા, પરંતુ વિવાદોને કારણે તેમના લગ્નનો અંત આવ્યો. કરિશ્મા કપૂરના લગ્ન અભિષેક બચ્ચન સાથે થવાના હતા. સગાઈ તૂટી ગયા પછી કરિશ્મા કપૂર પણ સંજય કપૂર સાથે લગ્ન કર્યા પણ એ વધુ ટકી શક્યા નહીં. ઉદ્યોગપતિ સંજય કપૂરના નિધન પછી પણ પરિવાર ચર્ચામાં રહ્યો છે.
જય ભાનુશાલી: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી જોડી જય ભાનુશાલી અને માહી વિજે પંદર વર્ષ પછી છૂટાછેડાની જાહેરાત કરી છે. બંનેએ પરસ્પર સંમતિથી છૂટા થવાની જાહેરાત કરીને ઈન્ડસ્ટ્રીને ચોંકાવી છે. પરિવારમાં બાળકો માટે બંને હંમેશાં સાથે રહેવાનું નક્કી કર્યું છે, જ્યારે બંને એકબીજાની ઈજ્જત અને દોસ્તી બનાવી રાખશે.
