February 4, 2026
રમત ગમત

T20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશ ‘આઉટ’: BCBને કેટલું થશે નુકસાન?

Spread the love


રાજકીય અસ્થિરતા અને ભારત સાથે વિવાદ બાંગ્લાદેશ ક્રિકેટને લેશે ડૂબાડી, જાણો સંપૂર્ણ ગણિત

શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશનું પતન થવાનું શરુ થઈ ગયું છે. ઘરઆંગણે લોકશાહીના ઢબે વચગાળાની સરકાર ચૂંટણી કરવા સજ્જ છે, પરંતુ વધતી અંધાધૂંધી વચ્ચે સરકાર ક્રિકેટને લઈ ગેરમાર્ગે જઈ રહી છે. વિદેશી તાકાતના પગલે પગલે બાંગ્લાદેશ દોરાઈ રહ્યું છે અને ભારતમાં રમાનારા ટવેન્ટી-20 વર્લ્ડકપમાં સુરક્ષાને મુદ્દે ભારતમાં રમવા તૈયાર નથી અને હવે હાથ પણ ઊંચા કર્યા છે. આઈસીસી પર દબાણ કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેમાં પાકિસ્તાન સિવાય કોઈ સપોર્ટ આપવા તૈયાર નથી, પણ હાલમાં બાદબાકી થવાથી બીસીબી (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ)ને નુકસાન મોટું થશે.

પહેલા તો ટવેન્ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થવાથી બાંગ્લાદેશને નાણાકીય નુકસાન થશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની વર્ષની ઈન્કમમાં પણ ઘટાડો થશે. ભારત વિરુદ્ધ ભવિષ્યની સિરીઝ પણ અસર થઈ શકે છે, જે લાંબા ગાળે બાંગ્લાદેશની આવક પર અસર થશે. બાંગ્લાદેશ ભારતના બદલે અન્ય જગ્યા મેચ ખસેડવાનો પણ આગ્રહ કર્યો હતો, જે અગાઉ ભારતે પાકિસ્તાનમાં રમાનારા એશિયા કપ માટે કર્યો હતો.

મૂળ વાત બાંગ્લાદેશને થનારા નુકસાનની કરીએ તો બાંગ્લાદેશને લગભગ 27 મિલિયન અમેરિકન ડોલર યાને 240 કરોડ રુપિયાનો ફટકો પડી શકે છે. ઉપરાંત, બાંગ્લાદેશને બ્રોડકાસ્ટ રેવન્યૂ અને સ્પોન્સરશિપની આવકમાં પણ નુકસાન શકે છે. એનો અર્થ એ છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના તઘલખી નિર્ણયને કારણે આગામી વર્ષમાં લગભગ 60 ટકાથી વધુ ફટકો પડી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના આ નિર્ણયને કારણે આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારી સિરીઝ પણ રદ થઈ શકે છે. ટૂંકમાં, બાંગ્લાદેશ સામેની દ્વિપક્ષીય શ્રેણી પણ રદ થઈ શકે છે. આનો અર્થ એ થશે કે આખા વર્ષ દરમિયાન બાંગ્લાદેશ રમાતી 10 અન્ય શ્રેણીઓ જેટલું નુકસાન થશે.

કેટલું થઈ શકે નુકસાન ડોલર/રૂપિયામાં

ICC ભાગીદારી ફી: 300,000/₹ 2.74 કરોડ

ઇનામ રકમ: 225,000/₹2.6 કરોડ

મેચ જીત બોનસ: 62,308/₹ 57.06 લાખ

ખેલાડીઓને મોટું નુકસાન: 400,000/₹3.66 કરોડ

પ્રાયોજક/પ્રસારણ નુકસાન: 2000,000/₹ 18.32 કરોડ

ICC દંડ/ભવિષ્યમાં કપાત: 1000,000/ ₹ 916 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!