February 4, 2026
ટોપ ન્યુઝનેશનલ

ભાજપના રાજમાં પાર્ટી ‘માલામાલ’: રોકડ-ડિપોઝિટના આંકડા જાણશો તો ચોંકી જશો!

Spread the love

નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નિમણૂક સાથે પાર્ટીની આર્થિક તાકાતનો ચોંકાવનારો ખુલાસો

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાજમાં અન્ય પાર્ટીની વાત જવા દઈએ પણ પોતાની પાર્ટીએ પણ વિકાસ જોરદાર કર્યો છે. પાર્ટીના ફેલાવા સાથે રોકડ અને ડિપોઝિટમાં જોરદાર વધારો કર્યો છે. પાર્ટીએ ગઈકાલે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નિમણૂક કરવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને બોસ ગણાવીને તમામ લોકોને મેસેજ આપ્યો છે કે તમારા પાર્ટીના મૂલ્યોનું જતન કરવું પડશે અને બંધારણ પ્રમાણે પાર્ટી અધ્યક્ષનું સન્માન કરવું પડશે. ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સુકાન સંભાળ્યા છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે પાર્ટી પાસે હાલમાં 10,000 કરોડની જંગી રોકડ અને થાપણો ધરાવે છે. આ રિપોર્ટ પણ વિપક્ષ સાથે જનતા માટે મહત્ત્વનો છે એવું શું છે ચાલો વિસ્તૃત જાણીએ.

દેશના રાજકીય પક્ષોને પણ દિગ્ગજ પાર્ટીની નાણાકીય તાકાતનો પરિયય આપતો રિપોર્ટ મળ્યો છે. 2024-25માં લોકસભાની ચૂંટણી તેમ જ આઠ રાજ્યની વિધાનસભા સહિત પેટા ચૂંટણીમાં બીજેપીએ કૂલ 3,335 કરોડનો ધુમાડો કર્યો હતો, જે પાર્ટીએ ઈલેક્શન કમિશનમાં રજૂ કરેલા એફિડેવિટમાં જણાવ્યું હતું.

2024-25 ભાજપ પાસે કૂલ રોકડ 2,882 કરોડનો વધારો થયો હતો, જ્યારે 31 માર્ચ, 2025ના અંતમાં જનરલ ફંડનું બેલેન્સ 12,164 કરોડ હતું, જે અગાઉના 9,169 કરોડ હતું. જનરલ ફંડમાં વધારો થયો હતો. વર્ષ 2024-25માં ભાજપને 6,125 કરોડનું સ્વૈચ્છિક દાન મળ્યું હતું, જે અગાઉના વર્ષની તુલનામાં 3,967 કરતા અનેક ગણો વધારો દર્શાવે છે.

સમીક્ષા ગાળા દરમિયાન 9,390 કરોડ કરતા અનેક ગણો વધારો દર્શાવે છે. હાલના એફડી સાથે ભાજપની પાસે વિવિધ બેંકો ડિપોઝિટ રુ. 634 કરોડનું વ્યાજ પણ મળ્યું હતું. પાર્ટીએ 2024-25માં 65.92 કરોડનું આઈટી રિફંડ ફાઈલ કર્યુ હતું અને તેના પર રુપિયા 4.40 કરોડની વ્યાજની પણ આવક મળી હતી.

ચૂંટણીના વર્ષો દરમિયાન તો ભારતીય જનતા પાર્ટીની આવકમાં વિક્રમી વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2019-20માં પણ ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ એટલે 3,623 કરોડની વિક્રમી આવક નોંધાવી હતી, ત્યાર પછી અન્ય ખુલાસા મુજબ 2023-24માં આ આંકડો 4,340 કરોડ રુપિયાની સપાટી પાર કરી ગયો છે. વધતું જંગી ભંડોળ દર્શાવે છે કે બીજેપીને કોર્પોરેટ જગત અને ઇલેક્ટોરલ બોન્ડ્સ મારફત જંગી ભંડોળ મળી રહ્યું છે.

આ ઉપરાંત, સૌથી ચોંકાવનારો આંકડો કૂલ સંપત્તિનો છે. વર્ષ 2013-14ની વાત કરીએ તો એ વખતે પાર્ટીની કુલ સંપત્તિ માત્ર 781 કરોડ હતી, જે 2022-23માં વધીને ₹ 7,052 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં, 11 વર્ષના ગાળામાં સંપત્તિમાં નવ ગણો વધારો થયો છે. આનો અર્થ એ છે કે પક્ષ પોતાની કમાણી કરતા ખર્ચ ઓછો કરે છે, જેના કારણે દર વર્ષે મોટી બચત જમા થાય છે.


કુલ રોકડ અને થાપણો ₹10,000 કરોડથી વધુ

2024-25નો ચૂંટણી ખર્ચ ₹3,335 કરોડ
સ્વૈચ્છિક દાન (2024-25) ₹6,125 કરોડ
જનરલ ફંડ (માર્ચ 2025) ₹12,164 કરોડ
વ્યાજની આવક (FD પર) ₹634 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!