બર્થ-ડે સ્ટારઃ હીરો બનવાનું સપનું રોળાયા પછી પ્રેમસાબ બની ગયા ખૂંખાર વિલન
પચાસ વર્ષની ફિલ્મી કરિયર, 300થી વધુ ફિલ્મો અને ‘પ્રેમ નામ હૈ મેરા’નો ડાયલોગ: જાણો પ્રેમ ચોપરાની અજાણી વાતો
નાટક હોય કે ફિલ્મી દુનિયા પણ જેટલી રંગીન દેખાય છે એટલી રંગીન પણ નથી. હજારો યુવાનો ભૂખ્યા પેટ સૂઈ જતા હશે, પણ દિવસો-મહિનાઓ સુધી એક ટાઈમ કે એક પળના શૂટિંગ માટે વલણ મારે છે. મુંબઈને મોહમયી નગરી એટલા માટે કહી છે કે અહીં રોટલો મળી જાય પણ ઓટલો નહીં. મુંબઈ દર વર્ષે હજારો યુવાનો હીરો બનવા માટે આવે છે, પણ માંડ એકાદ સફળ થાય છે એવા જ નવયુવાનની વાત કરીએ. આજે તો નેવુમો બર્થડે મનાવી રહ્યો છે. માન્યામાં આવશે નહીં, પણ એ યુવક પચાસ-60ના દાયકામાં હીરો બનવા આવ્યો પણ આખરે ખૂંખાર વિલન બની ગયો હતો અને ચઢતા સૂરજે તો તેની બાજુમાં બેસેલી મહિલાઓ પણ પાંચ ફૂટના અંતર રાખતી હતી અને યુવક હતો પ્રેમ ચોપરા.

હીરો નહીં તો વિલન બની છવાઈ ગયા
પ્રેમ, પ્રેમ નામ હૈ મેરા. આ ડાયલોગ પણ બોલીવુડમાં જાણે જામી ગયો હતો અને અનેક લોકોને યાદ પણ રહી ગયો છે. 1973માં આવેલી બોબી ફિલ્મનો એ ડાયલોગ બહુ ફેમસ બની ગયો અને એ અભિનેતા પણ. પ્રેમ ચોપરા તો આજે વયોવૃદ્ધ છે, પણ તેમના ચાહકોની કોઈ કમી નથી. ઈન્ડસ્ટ્રીમાં તો તેઓ હીરો બનવા માટે આવ્યા હતા, પણ વિલનનો અભિનય કરીને પણ લોકોના દિમાગમાં છવાઈ ગયા હતા. અનેક ફિલ્મોમાં કામ કરવાની સાથે તેમની ઓટોબાયોગ્રાફી પણ લખવામાં આવી હતી, જ્યારે છેલ્લે 2012માં એક્શન વિનોદમાં કામ કર્યું હતું.
લાહોરમાં જન્મ પણ વિભાજન પછી ભારતમાં આવ્યા
23 સપ્ટેમ્બર 1935ના બ્રિટિશ ઈન્ડિયા એટલે હિંદુસ્તાનના લાહોરમાં પ્રેમ ચોપરાનો જન્મ થયો. પંજાબી ફેમિલીમાં જન્મેલા પ્રેમનો પરિવાર હિંદુસ્તાનના ભાગલા પછી પૂરો પરિવાર શિમલા શિફ્ટ થયો અને ત્યાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. હીરો બનવાની ખ્વાઈશને કારણે શિમલાથી મુંબઈની ટ્રેન પકડી. શરુઆતમાં સંઘર્ષ કરીને તેમને ફિલ્મોમાં સેકન્ડ લીડ એક્ટરનું કામ મળવાનું શરુ થયું હતું, પણ હીરો તો બની શક્યા નહીં. સાઈડ રોલ કરતા તેમને વિલનનું પાત્ર ભજવવાની ઓફર થઈ અને એની સાથે તેમને મુંબઈમાં મીડિયા ક્ષેત્રે પણ કામ કરવું પડ્યું હતું. પહેલી ફિલ્મ ચૌધરી કર્નલ સિંહ 2,500 રુપિયામાં કરી હતી અને સફળ પણ રહી હતી.
વો કૌન થી, શહીદ, તિસરી મંજિલમાં વિલનનો અભિનય કર્યો
શરુઆતના દિવસોમાં પંજાબી ફિલ્મોમાં કામ કર્યું એના પછી હિન્દી ફિલ્મ વો કૌન થી, શહીદ, તિસરી મંજિલ વગેરે ફિલ્મોમાં વિલનનું કામ કર્યું અને આખરે એ રોલ સ્વીકારી લીધો. નસીબમાં હીરો નહીં તો વિલનનું કામ કરીશ એ નાતે બોબી ફિલ્મમાં પણ કામ કર્યું. રાજ કપૂર નિર્મિત બોબી ફિલ્મમાં પ્રેમ ચોપરાનું નામ હીટ થઈ ગયું અને ડાયલોગ પ્રેમ નામ હૈ મેરા પ્રેમ. એના પછી પ્રેમ ચોપરાએ પાછું વળીને જોયું નહીં.
દીકરી પ્રેરણાએ શરમન જોશી સાથે લગ્ન કરીને કરે છે મોજ
પ્રેમ ચોપરાએ પચાસ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, અંધા કાનૂન, ઈલ્જામ, નગીના, રાજા બાબૂ, દુલ્હે રાજા, સપૂત, ગુપ્ત, કોઈ મિલ ગયા, ચોરી ચોરી ચુપકે ચુપકે, બંટી ઔર બબલી, ધમાલ, ગોલમાલ 3, ડબલ ધમાલ વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાજ કપૂરની પત્ની કૃષ્ણા કપૂરની બહેન ઉમા સાથે પ્રેમ ચોપરા 1969માં લગ્ન કર્યાં હતા.
પરિવારમાં પત્ની અને ત્રણ બાળક છે. પ્રેરણા, પુનીતા અને રકિતા ચોપરા. પ્રેરણાએ બોલીવુડ અભિનેતા શરમન જોશી સાથે 2000માં લગ્ન કર્યા હતા અને આજે હેપિલી મેરિડ જીવે છે. હવે પ્રેમ ચોપરાએ ફિલ્મોમાં કામ કરતા નથી. પ્રેમ ચોપરાએ પંજાબી અને હિન્દી ઈન્ડસ્ટ્રીમાં મળીને 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ચલો આજે પ્રેમસાબને આપી જન્મદિવસની શુભેચ્છા.
