December 20, 2025
નેશનલ

B ફોર બિહારમાં 2 તબક્કામાં મતદાનઃ ‘જંગલરાજ’થી વિકાસની હરણફાળ વચ્ચે આ વખતે કોણ બાજી મારશે?

Spread the love

લાલુના ખાનદાનમાં વિભાજન, પાસવાન પરિવારની ખેંચતાણ અને જન સુરાજ-આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી 2025ના પરિણામો વધુ રોમાંચક બનશે
jansatta image source
બી ફોર બીડી અને બી એટલે બિહારમાં આખરે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એક જમાનામાં જંગલરાજ અને શિક્ષિત રીતે પછાત રાજ્યમાં આજની તારીખે દારુબંધી છે, પરંતુ એના સિવાય હિંસા, લૂંટફાટ, દાદાગીરી, હત્યાના બનાવો વચ્ચે પણ વિકાસે પણ હરણફાળ ભરી છે. દર પાંચ વર્ષે નવી સરકાર તો બને છે, પણ નેવુંના દાયકાની તુલનામાં 2000 અને 2015 પછી 2025ના વર્ષમાં આધુનિકતા જોવા મળી છે, પરંતુ હકીકતમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં જીવનજરુરી ચીજવસ્તુઓ પહોંચવી જોઈએ. લોકો તેનો ઉપયોગ કરે એ જરુરી છે તો જે કોઈની સરકાર બને પણ ચૂંટણી સાર્થક થશે. બાકી સરકારો આવતી રહેશે, જતી રહેશે એ જ રફતાર ચાલુ રહેશે, પણ વાસ્તવમાં જનજીવનમાં સુધારો થવો જોઈએ. દેશના ચૂંટણી પંચે પહેલી વખત રાજ્યમાં બે તબક્કામાં 243 બેઠકની ચૂંટણી કામગીરી પાર પાડવાનો મોટો લક્ષ્યાંક મૂક્યો છે. જોઈએ વિગતે ભૂતકાળમાં શું બન્યું હતું.

ચૂંટણી પંચે બિહારમાં બે તબક્કામાં ઈલેક્શન યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં 243 બેઠક પર બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ આ વખતનું ચિત્ર કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યું છે. 2020ની ચૂંટણીમાં જનતાદળ યુનાઈટેડને લાલુપ્રસાદ યાદવની રાજદે હંફાવી હતી, પણ આ વખતે આ રાજ્યમાં લાલુ પ્રસાદ ખાનદાનમાં બે દીકરા અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ઉપરાંત, ડબલ એન્જિનની નીતિશ કુમારની સરકાર ભલે એનડીએમાં ગઠબંધન હોય, પણ સીએમ નીતિશ કુમાર ગમે ત્યારે પલટી મારે એમાં પણ ભાજપને શંકા રહેલી છે. સામે પક્ષે કોંગ્રેસ પણ ગઠબંધનના જોરે પોતાની પાર્ટીનો વિસ્તાર કરવામાં પનો ટૂંકો પડી શકે છે.

એક કરતા અનેક પાર્ટી મેદાનમાં
બિહારમાં એક જમાનમાં રામવિલાસ પાસવાનનું મહત્ત્વ આંકવામાં આવતું હતું, પરંતુ પાસવાનના પરિવાર અને પાર્ટીમાં પણ વિભાજન જોવા મળી રહ્યું છે. બિહારમાં સૌથી નવી જન સુરાજ પાર્ટીની પણ અગ્નિપરીક્ષા થશે, જ્યારે જન સુરાજની સાથે સાથે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 243 બેઠક પર મેદાનમાં હશે, જેની ભાગીદારી કે મતવિચ્છેદ કોનો કરશે એ પરિણામો કહેશે. સોમવારે છઠ્ઠી અને અગિયારમી નવેમ્બર સહિત 14મી નવેમ્બરના પરિણામની જાહેરાત પૂર્વે આમ આદમી પાર્ટીએ તો 11 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ઉપરાંત, એનડીએ, કોંગ્રેસના મહાગઠબંધનના અનેક પક્ષો મેદાનમાં છે, ત્યારે ચૂંટણીના પરિણામો 2020 કરતા વધુ રસપ્રદ રહેશે, જ્યારે આ વખતે 7.41 કરોડ મતદાર નવી સરકારનું ભાવિ નક્કી કરશે.

બિહારમાં તબક્કાનું પ્રમાણ ઘટ્યું
ભૂતકાળની વાત કરીએ તો બિહારમાં ચૂંટણીના તબક્કાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 2010માં છ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી, 2015માં પાંચ, 2020માં ત્રણ તબક્કા પણ આ વર્ષે બે તબક્કામાં ઈલેક્શન યોજવામાં આવશે. તમામ પક્ષોએ પણ બે તબક્કામાં ચૂંટણી યોજવાની અપીલ કરી હતી, જેને પગલે ઈલેક્શન કમિશને બે તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે, જ્યારે 14મી નવેમ્બરના પરિણામો જાહેર કરવામાં આવશે. છેલ્લા પંદર વર્ષમાં બે વખત એનડીએએ સત્તા મેળવી હતી. રસપ્રદ બાબત એ છે કે ત્રણ અને છ તબક્કાની ચૂંટણીમાં એનડીએએ બાજી મારી હતી, પરંતુ સાચું ચિત્ર તો 14મી નવેમ્બરે સ્પષ્ટ થશે. જોઈ લો ભૂતકાળના આંકડા.

ભૂતકાળના પરિણામોના આંકડા શું કહે છે
. 2020 ચૂંટણીમાં બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી. 28મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બરના ઈલેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ સત્તામાં આવ્યું હતું.

. 2015માં રાજ્યમાં પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. બારથી પાંચમી નવેમ્બર વચ્ચેની ચૂંટણીમાં સત્તામાં જેડેયુ-આરજેડીની જીત થઈ હતી.

. 2010માં છ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી. 21 ઓક્ટોબરથી 20 નવેમ્બરના વચ્ચેના ઈલેક્શનમાં એનડીએનો વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!