December 20, 2025
ટોપ ન્યુઝબિઝનેસ

લાખના બાર હજારઃ ફેબ્રુઆરીમાં શેરબજારમાં ‘ઐતિહાસિક’ કડાકો નોંધાશે, કોણે કરી આગાહી?

Spread the love

મુંબઈઃ જાન્યુઆરી મહિનામાં મુંબઈ શેરબજારમાં મોટી ઉથલપાથલ થઈ, તેમાંય વળી સોમવારે માર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો, ત્યારે આગામી મહિનામાં સ્ટોકમાર્કેટમાં મોટો કડાકો નોંધાઈ શકે છે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિએ ચોંકાવનારી આગાહી કરી છે. અમેરિકન બિઝનેસમેન રોબર્ટ કિયોસાકીએ આગાહી વ્યક્ત કરતા કહ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો નોંધાઈ શકે છે.

ફેબ્રુઆરી, 2025માં સૌથી મોટો કડાકો બોલાશે
અમેરિકન બિઝનેસમેન રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટવિટર) પર લખ્યું હતું કે સ્ટોકમાર્કેટમાં સૌથી મોટો કડાકો નોંધાઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે કિયોસાકીએ 2013માં લખેલા પુસ્તકમાં ચોંકાવનારી આગાહી વ્યક્ત કરતા કહ્યું હતું કે ફેબ્રુઆરી, 2025માં સૌથી મોટો કડાકો નોંધાશે.


મંદી રમનારા માટે ફેબ્રુઆરી મહિનો સારો સાબિત થશે
કિયોસાકીએ તેના પુસ્તક રિચ ડેડ્સ પ્રોફેસી 2013માં લખ્યં હતું કે શેરબજારમાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો નોંધાશે. આગામી મહિના દરમિયાન શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળે તો નવાઈ નહીં. આ કડાકાને કારણે માર્કેટમાં તમને લાખ રુપિયાના શેર હજાર રુપિયાના ભાવે પણ જોવા મળે તો નવાઈ નહીં. ભારતના શેરબજારની એક આડ વાત કરી લઈએ તો મુંબઈ શેરબજારમાં એમઆરએફનો શેરનો ભાવ લાખ રુપિયા પાર થયો હતો, પરંતુ હવે શેરના ભાવમાં અડધોઅડધ ઘટાડો થયો છે. અલબત્ત, મંદી રમનારા માટે કદાચ ફેબ્રુઆરીનો સમય સારો રહી શકે છે. યા લોંગ ટર્મ માટે રોકાણ કરનારા માટે નવો સમય આવી શકે છે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બિટકોઈન માર્કેટમાં તેજી
મૂળ વાત અમેરિકન બિઝનેસમેનની આગાહીની વાત કરીએ તો અબજો રુપિયા શેરમાર્કેટ, બોન્ડ માર્કેટમાંથી કાઢીને વિદેશી રોકાણકારો બિટકોઈનમાં રોકાણ કરે તો નવાઈ રહેશે નહીં. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી બિટકોઈન માર્કેટમાં તેજી જોવા મળવાના આશાવાદ વચ્ચે બિટકોઈનમાં તેજી જોવા મળશે. કહેવાય છે કે શેરબજાર અને સોના કરતા પણ વધુ એકવાર ઝડપી રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં થઈ રહ્યું છે. ટ્રમ્પ અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી બિટકોઈનનો ભાવ 1.09 લાખને પાર કરી ગયો હતો. ટ્રમ્પે એક પછી એક નવા નિર્ણયો લીધા પછી ટ્રમ્પ ડિજિટલ ચલણને પ્રોત્સાહન આપતા પગલાં ભરશે.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!