July 1, 2025
ટોપ ન્યુઝટ્રાવેલ

Good News: નાસાએ સુનિતા વિલિયમ્સ માટે આપ્યા સૌથી મોટા સમાચાર

Spread the love

ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સના પાછા ફરવા અંગે મહત્ત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એના અંગે મહત્ત્વની અપડેટ આપી છે કે આગામી વર્ષે સુનિતા વિલિયમ્સ સ્પેસક્રાફટના ડ્રેગન ક્રૂ કેપ્સુલ મારફત પાછા ફરશે. સુનીતા વિલિયમ્સ અને તેના સાથીદાર બેરી બુચ વિલમોર ફેબ્રુઆરી, 2025માં પૃથ્વી પર પાછા ફરી શકે છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું છે કે બંને સ્પેસની પરિક્રમા પૂરી કરીને સુરક્ષાની સાથે સ્પેસ એક્સ ક્રૂ9 કેપ્સુલ મારફત પાછા ફરશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંને અંતરિક્ષ યાત્રી લગભગ આઠ દિવસના અંતરે અંતરિક્ષ યાત્રાએ ગયા હતા, પરંતુ આગામી આઠ મહિના સુધી અંતરિક્ષમાં રહેશે.


કેપ્સુલમાં સર્જાઈ ખામી
પાંચમી જુલાઈ 2024માં સ્પેસક્રાફટ મારફત સુનીતા વિલિયમ્સ અને તેના સાથી અંતરિક્ષ યાત્રી બેરી વિચ બિલમોર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં આઠ દિવસ રોકાઈ જવાની યોજના હતી, પરંતુ બોઈંગનું સ્ટારલાઈનર કેપ્સુલમાં ખરાબી ઊભી થઈ હતી, તેથી ત્યાં જ તેમને સ્પેસમાં આઠ મહિનાનો સમય લાગી ગયો છે.
હિલિમય લીક થયો એટલે મુશ્કેલી
વિલંબ અંગે નાસાએ જણાવ્યું છે કે બોઈંગ સ્ટારલાઈનરમાં હિલિયમ લીક અને થ્રસ્ટર્સને કારણે મુશ્કેલી સર્જાઈ હતી. ઈમરજન્સી પ્લાન અંગે નાસાએ જણાવ્યું છે કે સ્ટારલાઈનર યોગ્ય રીતે વર્ક કરશે નહીં તો સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન મશીન મારફત બંનેને ધરતી પર લાવવામાં આવશે, પરંતુ એમાં બીજા પાંચ મહિનાનો સમય લાગી શકે છે.
રિટર્ન માટે બોઈંગના સ્ટારલાઈનનો ઉપયોગ નહીં થાય
આ અંગે નાસાએ સૌથી મોટી જાહેરાત કરતા શનિવારે મોડી રાતે જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનમાંથી ફેબ્રુઆરીમાં આવશે. સ્પેસ એક્સના ડ્રેગન ક્રૂ કેપ્સુલની મદદથી સુનિતા અને બુચ વિલમોર ક્રૂ-નાઈનની સાથે પૃથ્વી પર પાછા ફરશે. સુનિતાને ધરતી પર લાવવા માટે બોઈંગના સ્ટારલાઈનરનો ઉપયોગ થશે નહીં.
બંને સ્પેસ સ્ટેશનમાં સુરક્ષિત છે
હાલની પરિસ્થિતિ અંગે પણ નાસાએ જણાવ્યું હતું કે હાલમાં સુનીતા અને સાથી વિલમોર બંને સ્પેસ સ્ટેશનમાં છે. બંને રિસર્ચ કરે છે અને સ્વસ્થ છે, જ્યારે બાકી એસ્ટ્રોનોટ્સને મદદ પણ કરી રહ્યા છે. હાલમાં બંનેને કોઈ વાતનું જોખમ નથી. આગામી છ મહિના આરામથી સ્પેસ સ્ટેશનમાં વીતાવી શકે છે. સ્પેસ સ્ટેશનમાં સાત એસ્ટ્રોનોટ્સ હાજર છે. આ અગાઉ પણ એસ્ટ્રોનોટ્સને પોતાની યાત્રા લંબાવી પડી છે, તેથી ચિંતાની જરુરિયાત નથી.
સપ્ટેમ્બરમાં ઈન્ડિયન કેપ્ટન શુક્લા પણ જશે
અહીં એ જણાવવાનું કે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય એસ્ટ્રોનોટ ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે અન્ય ત્રણ લોકો જશે. એને લઈને લોકોમાં ચિંતામાં છે, પરંતુ ચિંતા કરવાની જરુરિયાત નથી. સ્પેસ સ્ટેશનમાં છ બેડરુમ છે, જ્યારે છ સ્લીપિંગ ક્વાર્ટર્સ. બે બાથરુમ, એક જીમ સાથે ખાવાપીવાની વ્યવસ્થા માટે કાર્ગો સપ્લાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!