December 20, 2025
ટોપ ન્યુઝ

આજથી પાંચ મોટા ફેરફાર: LPG, UPI, રેલ ટિકિટ બુકિંગ, હવાઈ મુસાફરી અને બેન્કિંગ

Spread the love

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે LPG સિલિન્ડરના ભાવ વધ્યા, UPI ટ્રાન્ઝેક્શનમાં બદલાવ અને અન્ય 5 નિયમો થયા લાગુ
aajtak pic credit
નવ મહિના પૂરા થયા અને આજથી ઓક્ટોબર મહિના પ્રારંભ થયો. આજથી સરકારે અનેક ફેરફાર કર્યા છે, જેમાં પહેલો બદલાવ એલપીજીના સિલિન્ડર ભાવમાં થયો છે, જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો છે, જ્યારે યુપીઆઈ સંબંધિત એક સર્વિસ આજથી બંધ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિયમોના પાલનને કારણે આમ જનતાને નાણાકીય અને રોજિંદી લાઈફ પર અસર જોવા મળી શકે છે. આજથી શરુ થયેલા નવા મહિનાથી મહત્ત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં આમ જનતાની ફાઈનાન્શિયલ પ્લાનિંગ પર પણ અસર પડશે.

એલપીજી સિલિન્ડ મોંઘો
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો, પરંતુ ઓક્ટોબરથી વધારો કર્યો છે, જેથી દિલ્હીથી લઈ મુંબઈ સુધીમાં ભાવ વધારો થયો છે. દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત પંદર રુપિયાનો વધારો કર્યો છે, જે 1580 રુપિયાના બદલે 1,595 રુપિયા ચૂકવવાના થશે.

હવાઈ સેવા મોંઘી થશે
સપ્ટેમ્બર મહિનામાં હવાઈ ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તહેવારોની સિઝનમાં કંપનીઓએ એટીએફ (એર ટર્બાઈન ફ્યુઅલ)માં વધારો કર્યો છે. પહેલી ઓક્ટોબરથી નવા રેટ દિલ્હીમાં 90,713 રુપિયાથી વધીને 93,766 રુપિયા થશે, જેનાથી આગામી દિવસોમાં ફ્લાઈટના ભાડાંમાં પણ વધારો થશે.

રેલવે ટિકિટ બુકિંગ
સરકારે ત્રીજો ફેરફાર રેલવે પ્રવાસીઓ માટે કર્યો છે. રેલવે ટિકિટ બુકિંગ અને રિફંડના નિયમોના પરિવર્તન થશે, જેનાથી પ્રવાસીઓને ટિકિટ રદ્દ કરવા અથવા બદલવા માટે નવા નિયમો લાગુ પડશે, જેનું પાલન કરવું પડશે. રિઝર્વેશન ખૂલ્યા પછી પહેલી પંદર મિનિટમાં ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો, પરંતુ જેનું આધાર વેરિફિકેશન થયું હશે. આઈઆરસીટીસી વેબસાઈટ અથવા એપ્લિકેશન બંને પર નિયમ લાગુ થશે. હાલમાં આ નિયમ ફક્ત તત્કાલ બુકિંગમાં લાગુ છે, જ્યારે પીઆરએસ કાઉન્ટર પરની ટિકિટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

યુપીઆઈ સંબંધિત નિયમમાં ફેરફાર
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અથવા યુપીઆઈ યૂઝર્સ માટે ઓક્ટોબરથી નવા નિયમો લાગુ પડ્યા છે. યુપીઆઈ ફીચર્સમાં પિયર ટૂ પિયર (પીટૂપી) ક્લેક્ટ ટ્રાન્ઝેક્શનને હટાવવામાં આવી રહ્યા છે અને આજથી લાગુ પડ્યા છે. યૂઝર્સ સિક્યોરિટીને મજબૂત કરવા માટે અને ફાઈનાન્શિયલ ફ્રોડ રોકવા માટે આ ફીચર યુપીઆઈ એપ્સને હટાવવામાં આવી છે.

બેકિંગ સેક્ટર
બેકિંગ સેક્ટર માટે આ મહિનામાં ઢગલો રજાઓ આવી રહી છે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલું ઓક્ટોબર બેંક હોલિડે લિસ્ટમાં અનેક રજાઓ છે, તેથી રજાઓનું લિસ્ટ જોઈને બેંકમાં જવાનું યોગ્ય રહેશે. આ મહિનામાં મહાત્મા ગાંધી જ્યંતી, દશેરા, લક્ષ્મી પૂજા, મહર્ષિ વાલ્મિકી જયંતી, કરવા ચૌથ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ અને છઠ પૂજા સહિત 21 રજાઓ છે. અલગ અલગ રાજ્યમાં અલગ દિવસની રજાઓ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!