વો જબ યાદ આયેઃ ‘અલબેલા’થી બોલીવુડ પર રાજ કરનારા ભગવાન દાદાની ફિલ્મી સફરનો અંત ‘હંસતે રહેના’થી આવ્યો
ભગવાન દાદા – બોલીવૂડના પહેલા એક્શન અને ડાન્સિંગ સ્ટાર, જેમણે ‘અલબેલા’ જેવી સુપરહિટ ફિલ્મ આપી
બોલીવુડના અનેક કલાકારોએ ઈન્ડ્સ્ટ્રીમાં નામ સાથે દામ કમાવ્યા છે, જયારે તેમને બીજા 100 વર્ષ પછી પણ ઈન્ડસ્ટ્રીમાં ઓળખાશે. વાત કરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભગવાન દાદાની. ભારતીય સિનેમાના એક્શન સ્ટાર ભગવાન દાદાની આજે પુણ્યતિથિ છે. ‘શોલા જો ભડકે’, ‘ઓ બેટા જી’, ‘ઓ બાબુ જી’ જેવા સદાબહાર ગીતો આજે પણ દર્શકોના દિલમાં રાજ કરે છે. આજે એમને યાદ કરવા માટેનું કારણ પણ છે આજે પહેલી ઓગસ્ટના તેમનો જન્મદિવસ પણ છે.
આલિશાન બંગલાના માલિક પાસે અંતમાં કંઈ નહોતું
ઈન્ડસ્ટ્રીના સૌથી પહેલા ડાન્સર તરીકે જાણીતા ભગવાન દાદાનું અસલી નામ ભગવાન આભાજી પાલવ હતું, પરંતુ તેમનું નામ જ ઈન્ડસ્ટ્રીમાં કાફી હતું. નામ સાથે દામ તો મળ્યા પણ શોહરત મળી હતી. શોહરત એટલી હતી કે એક જમાનામાં 25 રુમનો આલિશાન બંગલો અને સાત-સાત તો આલિશાન કાર હતી, પરંતુ અંતિમ દિવસોમાં દામ પાસે નહોતા. જિંદગીના સુખના દિવસો કેટલા રંગીન હતા એની વાત કરીએ.
કપડાની મિલમાં કામ કરતા ‘ક્રિમિનલ’માં ફિલ્મમાં કામ કર્યું
મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા ભગવાન દાદાના પિતા મિલમાં કામ કરતા હતા. પરિવારમાં આર્થિક સંકડામણને કારણે નાની ઉંમરમાં અભ્યાસ છોડ્યો. ચોથા ધોરણનો અભ્યાસ છોડયો પણ મુંબઈની નગરીમાં તકદીરને ખેંચી લાવી. ફિલ્મો પ્રત્યેના રસની વચ્ચે કપડાની મિલમાં નોકરી કરવાની સાથે ભગવાન દાદાને સૌથી પહેલા મૂક ફિલ્મ ક્રિમિનલમાં કામ કરવાની તક મળી, ત્યાંથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પણ વિધિવત રીતે કરી હતી. આ મૂક ફિલ્મમાં નાનો અભિનય કરવાની તક મળી હતી, પરંતુ એ જ નિમિત્ત બની હતી.

ભગવાન આભાજી પાલવને રાજ કપૂર ‘ઈન્ડિયન ડગલાસ’ કહેતા
1934માં પહેલી બોલતી ફિલ્મ હિમ્મત એ મર્દામાં પણ કામ કર્યું. એના પછી 1938માં ચંદ્રરાવ કદમની સાથે બહાદુર કિશન નામની ફિલ્મમાં નિર્દેશન કર્યું હતું. 1938થી 1949 સુધીમાં તેમણે ઓછા બજેટની ફિલ્મમાં પણ કામ કર્યું હતું તથા અનેક એક્શન ફિલ્મોમાં કામ કર્યું હતું. ભારતીય ફિલ્મોના શો મેન કહેવાતા રાજ કપૂર તેમને ‘ઈન્ડિયન ડગલાસ’ કહેતા. 400થી વધુ ફિલ્મોમાં કામ કરનારા ભગવાન દાદાએ હોલીવુડના સ્ટાર ડગલાસ ફેરબેંક્સથી પ્રેરાઈને અનેક ખતરનાક સ્ટંટ પણ કર્યાં હતા. તેમના ડાન્સ લોકોને વિશેષ પસંદ પડતા હતા. અમિતાભ, મિથુન અને ગોવિંદા પણ તેમના સ્ટેપની કોપી કરતા હતા.
‘અલબેલા’એ એ જમાનામાં બોક્સઓફિસ પર સુપરહીટ રહી
ભગવાન દાદાની અલબેલા ફિલ્મએ બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. 1951માં ‘અલબેલા’ ફિલ્મ સુપરહીટ રહી હતી, જેમાં ગીતા બાલી તેમના અભિનેત્રી હતા અને ફિલ્મનું ગીત વિશેષ લોકપ્રિય રહ્યું હતું. આ ફિલ્મ 45 અઠવાડિયા ચાલી હતી, જ્યારે ફિલ્મના સીનને રિયલ બનાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. આ ફિલ્મના ગીતો જેમ કે ભોલી સુરત દિલ કે ખોટે ગીતે કમાલ કરી દીધી હતી. દાયકાઓ સુધીના લોકોના મોંઢે એ ગીત ભૂલાયું નહોતું.
‘હંસતે રહેના’ ફિલ્મ બની નહીં અને પડતીના દિવસો શરુ થયા
‘અલબેલા’ ફિલ્મના ગીત પૈકી ‘શોલા જો ભડકે’, ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ને આજે પણ લોકો યાદ કરે છે. ‘અલબેલા’ની સફળતાએ મુંબઈના જુહુ ખાતે 25 રુમનો એક બંગલો અને સાત કાર ખરીદી હતી અને રોજ અલગ અલગ કારથી ફિલ્મના સેટ પર જતા હતા. પૈસો આજીવન કોઈનો સગો હોતો નથી અને કમનીસબે નસીબ પલટાયું. કિશોર કુમાર સાથે ડ્રીમ પ્રોજેક્ટ ‘હંસતે રહના’ બનાવી અને તમામ પ્રોપર્ટી જાણે દાવ પર લગાવી, પરંતુ કમનસીબે આ ફિલ્મ બની નહીં. ભગવાન દાદા દેવામાં ડૂબી ગયા. એટલે સુધી કે તમામ પ્રોપર્ટી વેચવી પડી અને એના પછી દાદરની એક ચૌલમાં રહેવાની નોબત આવી.
લલિતા પવારને ફિલ્મના શેટ પર ભૂલથી થપ્પડ મારી દીધી
વર્ષ 1942માં ફિલ્મ ‘જંગ એ આઝાદી’ના શૂટિંગ વખતે એક સીનમાં ભગવાન દાદાને અભિનેત્રી લલિતા પવારને એક થપ્પડ મારવાની હતી, પરંતુ ભૂલથી જોરથી થપ્પડ મારી દીધી કે લલિતા પવાર બેભાન થઈ ગયા. કાનમાંથી લોહી વહેવા લાગ્યું અને ચહેરા પર પેરાલિસિસનો હુમલો આવ્યો, જેને કારણે આંખ નાની થઈ ગઈ અને બે દિવસ સુધી કોમામાં રહ્યા. આ બનાવ પછી લલિતા પવારની કારકિર્દી બદલાઈ ગઈ. અભિનેત્રીમાંથી વિલનનો અભિનય કરવો પડ્યો. પણ આ બનાવને કારણે ભગવાન દાદાને અફસોસ રહ્યો. આર્થિક તંગી અને દારુની લતને કારણે ભગવાન દાદાને માનસિક અને આર્થિક રીતે તોડી નાખ્યા. બીજી ફેબ્રુઆરી 2002ના હાર્ટ એટેકથી નિધન થયું હતું.
