December 20, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ગૌરવની વાતઃ ભગવદ્દ ગીતા અને નાટ્યશાસ્ત્રનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ગૌરવની ક્ષણ

યુનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભારતને સ્થાન મળ્યું છે. યુનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભારતીય ભગવદ ગીતા અને નાટયશાસ્ત્રને સ્થાન આપ્યું છે. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને નાટ્યશાસ્ત્રનું યુનેસ્કોમાં સ્થાન મળવાથી ભારતીય હિંદુ ધર્મનો દબદબો વધ્યો છે. ભગવદ્દ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યું છે. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે દુનિયામાં ભારત માટે ગૌરવની ક્ષણ છે, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ એના અંગે ખુશી વ્યક્ત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ભારતીય માટે આ ગૌરવની ક્ષણ છે. યુનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીત-નાટ્યશાસ્ત્રને સામેલ કર્યું છે, જે આપણી શાશ્વત બુદ્ધિમત્તા અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્યશાસ્ત્ર સદીઓની પરંપરાની પ્રોત્સાહન આપ્યું છે.


કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર શેખાવતે પણ એક્સ પર લખ્યું કે ભારતીય વારસા માટે ઐતિહાસિક ક્ષણ છે. શ્રીમદ્દભગવદ્ગગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રીને યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કર્યું છે. અહીં એ જણાવવાનું કે 17મી એપ્રિલના યુનેસ્કોએ પોતાના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસા સંગ્રહ ઉમેર્યા છે. એની સાથે કુલ કોતરેલા સંગ્રહની સંખ્યા 570 થઈ ગઈ છે. મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં વૈજ્ઞાનિક ક્રાંતિ, ઇતિહાસમાં મહિલાઓના યોગદાન અને બહુપક્ષીયતાની મુખ્ય સિદ્ધિઓ પર 72 દેશ અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનની એન્ટ્રીનો સમાવેશ થાય છે.

અહીં એ જણાવવાનું કે યુનેસ્કોનું મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર એ ઘણા મહત્વપૂર્ણ વિશ્વ વારસા સ્થળોની યાદી છે. આમાં, આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિની ભલામણ અને એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરીથી દસ્તાવેજી વારસાની પસંદગી કરવામાં આવે છે. આ યાદીમાં સમાવેશ દસ્તાવેજી વારસાના વૈશ્વિક મહત્વ અને કાલાતીત મૂલ્યને જાહેરમાં સ્વીકારે છે. આ સંશોધન, શિક્ષણ, મનોરંજન અને સંરક્ષણને પ્રોત્સાહન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!