નરેન્દ્ર મોદી કે ઈન્દિરા ગાંધી: કોણ છે દેશના સૌથી શ્રેષ્ઠ પીએમ?
સી-વોટર સર્વેમાં મોદી મોખરે, જાણો જનતાની નજરમાં કોનું પલડું ભારે છે અને રાહુલ ગાંધીએ શું આપ્યું નિવેદન
દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના કાર્યકાળની તુલના કરવામાં આવે છે. તાજેતરમાં સી વોટરના મૂડ ઓફ ધ નેશન ()ને લઈ સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. સર્વેમાં પચાસ ટકા લોકોએ નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ પ્રધાનમંત્રી ગણાવ્યા હતા. જ્યારે બીજી બાજુ ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને 12-12 ટકા લોકોએ અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પીએમ ગણાવ્યા હતા.
સી-વોટર સર્વેમાં અગિયાર ટકા લોકોએ ડો. મનમોહન સિંહને તો છ ટકા લોકોએ જવાહરલાલ નહેરુને શ્રેષ્ઠ પીએમ ગણાવ્યા હતા.પંચાવન ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વર્તમાન પરિસ્થિતિમાં પીએમપદ માટે યોગ્ય દાવેદાર ગણાવ્યા હતા, જ્યારે 27 ટકા લોકોએ વર્તમાન પરિસ્થિતિમાં પીએમ તરીકે રાહુલ ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2024 લોકસભાની ચૂંટણી પછી દેશના રાજકારણમાં બદલવા આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. યુપીમાં અખિલેશ અને રાહુલ ગાંધીની જોડીએ ભાજપને જોરદાર ઝટકો આપ્યો હતો. યુપીમાં રાહુલ-અખિલેશ યાદવે કમાલ કરી હતી, પરંતુ એના પછી ભાજપએ જોરદાર વાપસી કરી હતી.
લોકસભા ચૂંટણી પછી દેશની નજર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું મજબૂત પ્રદર્શન રહ્યું નહોતું, પરંતુ પાર્ટીના નેતૃત્વમાં મહાયુતિએ સરકારની સ્થાપના કરી. વિધાનસભાની ચૂંટણીમાં એવું પ્રદર્શન કર્યું કે વિપક્ષ આસપાસમાં ક્યાંય ફરકી શક્યું નહીં. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 132, એકનાથ શિંદેની શિવસેનાને 57, એનસીપીને 41 સટી મળી હતી.
ગયા વર્ષે પહલગામમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર ભારતે આતંકવાદીના ખાતમા માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ પછી યુદ્ધવિરામનું નિર્માણ કર્યું, જેની ક્રેડિટ અમેરિકાએ પોતાના પર લીધી હતી, પરંતુ આ મુદ્દે ભારતે જરાય નમતું તોલ્યું નહોતું. ટ્રમ્પના નિવેદનને પગલે પગલે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ઝાટકણી કાઢી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઈન્દિરા ગાંધી મહિલા હતા, પરંતુ નરેન્દ્ર મોદી કરતા પણ દમ તો ઈન્દિરા ગાંધીમાં વધારે હતો. નરેન્દ્ર મોદી ડરપોક છે. 1971માં ઈન્દિરા ગાંધી અમેરિકાથી ડર્યા નહોતા અને અમેરિકા સામે પણ ઝૂક્યા નહોતા. નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો કહે કે ટ્રમ્પે ઓપરેશન સિંદૂર રોકાવ્યું નહોતું.
