March 21, 2026
લાઈફ સ્ટાઈલ

ગરમીમાં શરીરને એસી જેવી ઠંડક આપશે ફુદીનો: જાણો ફાયદા?

Spread the love

પાચનશક્તિ વધારવાથી લઈને લૂથી બચવા સુધી, ફુદીનો છે વરદાન

ગરમીના દિવોસમાં ફુદીનાના પત્તાનં સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડુ કરે છે, પરંતુ પાચન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. જો શરીર ડિહાઈડ્રેશન ઝડપથી થતું હોય તો તમારા માટે ફુદીનાના પાન નેચરલ રેમિડી સાબિત થઈ શકે છે. જો તમારી જાતને ઠંડી અને તાજગીસભર રાખવી હોય તો તમારી રેગ્યુલર દિનચર્ચામાં પણ સામેલ કરો, જેના પાન પણ તમારા માટે કામ આવી શકે છે. ગરમીના દિવસોમાં ખાસ કરીને ઠંડી વસ્તુનું સેવન કરવાનું વધુ અસરકારક બને છે, જે વ્યક્તિની તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. બજારમાં ફળો રસવાળા જોવા મળે, પરંતુ શાકભાજી તાજગીયુક્ત જોવા મળતા નથી, પરંતુ ફુદીનો હંમેશ કામ આવે છે, જેની ખુશ્બુ મનને શાંતિ આપે છે, જ્યારે સ્વાદ પણ લાજવાબ હોય છે.

ગરમીની સિઝનમાં ખાસ કરીને ગેસ અથવા માથાના દુખાવાને પણ દૂર કરે છે, જેનું સેવન કરવાથી ફુદીનો આરોગ્યમાં રાહત આપે છે. ગરમીના દિવસોમાં તળેલું, તિખું તમતમતું ખાદ્યા પછી પેટમાં બળતરા યા ગેસની સમસ્યા ઊભી થાય છે, ત્યારે આ સંજોગોમાં ફુદીનાનું સેવન કરવાનું ફાયદાકારક રહે છે. ફુદીનાના તાસિર ઠંડી હોય છે, જે શરીરમાં જઈને મગજને પણ ઠંડક પહોંચાડે છે, તેનાથી તરત રાહત મલે છે, જ્યારે લૂમાં બચવાથી ફુદીનો સૌથી વધુ ફાયદાકારક છે.

રસોડામાં વિશેષ વપરાય છે
કહેવાય છે કે ફુદીનામાં રહેલા મેન્થોલને કારણે દવાઓની ગંધ છુપાવવા માટે તેનો ઉપયોગ થાય છે, જ્યારે દંતમંજન, સૌદર્યપ્રસાધનો, મદ્ય અને કફસિરપ બનાવવા માટે વપરાય છે. ઉપરાંત, અથાણાને સુગંધીદાર બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. આરોગ્ય સિવાય ફુદીનાની ચટણી (ફુદીના સાથે ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણીનું લીંબુનો રસ નાખી સેવન કરવાથી અરુચિ મટે અને પેટમાં અમી આવે) સાથે ચા બનાવવામાં વિશેષ ઉપયોગ થાય. માથામાં દુખાવો હોય તો ફુદીનાવાળી ચાનો એક કપ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે માથાનો દુખાવો દૂર કરે અને મનને શાંતિ આપે છે.

આયુર્વેદમાં પણ વિશેષ મહત્ત્વ
આયુર્વેદમાં ફુદીનો સ્વાદુ, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફહર, વાતહર, બલ્ય, દુર્ગંધનાશક અને વિષઘ્ન છે. તે સુખાવહ છે અને મળમુત્રનો સ્તંભ કરે છે. ફુદીનો મદ, અગ્નિમાંદ્ય, અતિસાર અને કૃમિનો પણ નાશ કરે છે. ફુદીનાનું શરબદ પીવાથી ભૂખ લાગે છે, જ્યારે ફુદીનાનો અર્ક પાણીમાં પલાળી પીવાથી ઊલટી અને વાયુગોળાનો પણ નાશ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!