શિયાળામાં પાલક ખાવાના અદ્ભુત ફાયદા: આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત અને સ્વાસ્થ્યનો ખજાનો
જાણો કેમ શિયાળામાં પાલકને ડાયેટમાં સામેલ કરવી જોઈએ અને તે કઈ બીમારીઓ સામે રક્ષણ આપે છે?
ડિસેમ્બરની વિદાય પછી નવા વર્ષનું આગમન થઈ ગયું છે. હવે દેશમાં શિયાળો બરાબર જામી ગયો છે. ગુજરાતમાં કચ્છથી લઈ કાઠિયાવાડમાં ઠંડીથી લખલખું પસાર થઈ જાય છે, પરંતુ શિયાળામાં વિટામીન અને આયરનથી ભરપુર આહારનું સેવન કરવાનું ફાયદાકારક છે. શરીરને ગરમ રાખવા માટે પાલકમાં આયરનનો મોટો સ્ત્રોત છે.
શિયાળાની ઋતુમાં બજારમાં લીલા પાંદડાવાળા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં પાલક સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. પાલકમાં આયર્ન, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે ઠંડીની ઋતુમાં શરીરને ગરમાવો અને પોષણ પૂરું પાડે છે. પાલકમાં રહેલા પોષક તત્વો: પાલકમાં મુખ્યત્વે વિટામિન A, C, K1, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ રહેલા છે જે કોષોને નુકસાન થતા અટકાવે છે.
શિયાળામાં પાલક ખાવાના મુખ્ય ફાયદા
. લોહીની કમી દૂર કરે છે: પાલકમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાથી તે એનિમિયા (લોહીની ફીકાશ) દૂર કરવામાં મદદરૂપ છે.
. રોગપ્રતિકારક શક્તિ વધારે છે: તેમાં રહેલું વિટામિન C શિયાળામાં થતા ચેપી રોગો સામે લડવાની શક્તિ આપે છે.
. હાડકાં મજબૂત બનાવે છે: કેલ્શિયમ અને વિટામિન K હોવાથી હાડકાંના સ્વાસ્થ્ય માટે તે ઉત્તમ છે.
. આંખો માટે ફાયદાકારક: વિટામિન A આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. ફાયબરનું પ્રમાણ રહેલું છે.
. વજન ઘટાડવામાં મદદરૂપ: પાલકમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
. પાલકનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને બેલેન્સ રાખવામાં મદદ કરે છે, જ્યારે કેન્સરનું લેવલ પણ ઘટાડી શકે છે.
. કઈ રીતે ઉપયોગ કરી શકાય? તમે પાલકનું શાક, પાલક પનીર, પાલકનો જ્યુસ અથવા સૂપ અને પાલકના પરાઠા બનાવીને તેને ડાયેટમાં સામેલ કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ અહીંનો લેખ ફક્ત માહિતી માટે છે, જેને વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી.)
