March 31, 2026
કિચન ટિપ્સ

જૂના માટલામાં પણ પાણી બરફ જેવું ઠંડુ રાખવાની ખાસ ટ્રિક્સ

Spread the love

ઉનાળાની શરુઆત સાથે પરિવારથી લઈ ઘરમાં રહેણીકરણી પર અસર થાય છે. એટલે સુધી તમારા રસોડા પર એની ગંભીર અસર પડે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારું પીવાનું પાણી પણ શુદ્ધ અને ઠંડુ મળે તો એ પણ આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અચાનક હવામાનમાં પલટાને કારણે લોકો ફ્રીજનું ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ અજાણતા બીમાર પણ પડે છે. પણ ગરમીના દિવસોમાં પણ મટકાનું ઠંડું પાણી પીવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. અમુક લોકો ગરમીના દિવસોમાં પણ મટકાનું જ પાણી પીતા હોય છે. આજે પણ ગામડામાં લોકો ગરમીના દિવસોમાં નવા માટલા લાવે છે, જેમાં રાખવામાં આવેલું પાણી રાતના પીવાનું પ્રમાણ પણ વધારે હોય છે. ફ્રીજમાં રાખવા કરતા પણ માટલાનું પાણી પીવામાં ફાયદો રહે છે કે નહીં એના અંગે જાણીએ.

જો તમારા ઘરમાં રહેલું માટલું જો જૂનું થઈ જાય તો ઠંડુ કરવાનું બંધ કરે છે એવું માનશો નહીં. આવા સંજોગોમાં ખાસ કરીને તેની દેખરેખ વ્યવસ્થિત કરવામાં આવે તો ચોક્કસ પાણી ઠંડુ રહે છે. માટલાને ઠંડું રાખવાની પણ ટ્રિક્સ પણ છે. એક વાત યાદ રાખી લો માટલામાં બાષ્પીભવનની પ્રક્રિયા હોય છે, જેથી પાણીને ઠંડુ રાખે છે. જ્યારે માટીથી બનેલું માટલાથી બનેલી દીવાલમાંથી જ્યારે રાખવામાં આવેલું પાણી અંદર આવે છે, ત્યારે હવાના સંપર્કમાં આવવાથી સુકાઈ જવાનું શરુ કરે છે. જોકે, આ ભેજ એકત્ર થવાથી મટકાનું અંદરનું પાણી ઠંડુ રહે છે.

જૂના માટલા માટે ખાસ કરીને એની આસપાસ સાફ સફાઈ કરવાનું રાખો. જો માટલું જૂનું થાય તો એની આસપાસ નાના-નાના કાંણા પણ પડવા લાગે છે, તેથી દર 15 દિવસ માટલાની સફાઈ કરવી જોઈએ. માટલાને શક્ય હોય તો મીઠાથી પણ સાફ કરી શકો છે.
માટલાની અંદર પાણી નાખીને સ્ક્રબરથી લિંબુ નાખીને પણ સાફ કરી શકો છો. અંદરની ચિકાસ જતી રહે તો માટલું સાફ કહેવાય છે. બેકિંગ સોડાથી પણ સાફ રાખી શકો છો નવા માટલાને છથી આઠ કલાક પાણીમાં પલાળીને રાખો એનાથી કુલિંગ કેપેસિટીમાં વધારો થાય છે.

માટલાને રાખવાની જગ્યાએ પણ ફિક્સ રાખો. પીવાનું પાણીથી ભરેલું માટલું એવી જગ્યાએ રાખો, જ્યાંથી હવાનો ફ્લો મળી રહે. વાસ્તવમાં એમ કરવાથી માટલાની બાષ્પીભવનની પ્રક્રિયા પણ ઝડપી બને છે. માટલા પર સધો સૂર્યપ્રકાશ આવે એવી જગ્યાએ પણ રાખશો નહીં, જેનાથી માટલું પણ ખરાબ થશે અને ઠંડુ પાણી વધારે સમય મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!