સોનાક્ષી સિન્હાએ લગ્ન પહેલાં શેર કરી ઈન્સ્ટા સ્ટોરી, જોત જોતામાં થઈ ગઈ વાઈરલ…
જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવ ખોડીથી પાછા ફરી રહેલાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલાં આંતકવાદી હુમલાએ બધાને હચમચાવી દીધા છે. દરેક દેશવાસી આ આંતકવાદી હુમલાનો વિરોધ કરી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરીને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે.
હવે વિરોધ કરનારાઓની આ યાદીમાં બ્રાઈડ ટુ બી બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. સોનાક્ષીએ આ બાબતે પોતાની રાય આપી છે. સોનાક્ષી સિન્હાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
સોનાક્ષીએ રિયાસી હુમલાનો વિરોધ કરતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. એક્ટ્રેસે લખ્યું હતું કે ઓલ આઈ ઓન વૈષ્ણોદેવી અટેક… હિંસા કોઈ પણ વસ્તુનો જવાબ નથી. સોનાક્ષી સિંહાની આ પોસ્ટ જોત-જોતામાં વાઈરલ થઈ ગઈ હતી.
એકલી સોનાક્ષી જ નહીં પણ અનેક દિગ્ગજ સેલિબ્રિટીઓએ પણ રિયાસી ખાતે થયેલાં આંતકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો. 9મી જૂનના રિયાસી ખાતે શિવખોડીથી પાછા ફરી રહેલાં શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાલતી બસ પર ફાઈરિંગની કારણે બસનું સંતુલન બગડી ગયું અને ખાઈમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા અને 41 લોકોને ઈજા પહોંચી હતી.
સુરક્ષા દળની 11 ટીમ મળીને આંતકવાદીઓની શોધ કરી રહી છે. પોલીસે સ્કેચ બનાવીને માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ આંતકવાદી હુમલા પાછળ પાકિસ્તાની આંતકવાદી અબ્બુ હમઝા અને હદુનનો હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે.