March 7, 2026
લાઈફ સ્ટાઈલ

રાત્રે વારંવાર ઉડી જાય છે ઊંઘ? બેડરૂમમાં કરો આ ફેરફાર અને જુઓ જાદુ…

Spread the love

રાત્રે વારંવાર ઉડી જતી ઊંઘ અને તેના કારણે દિવસભર રહેતો થાક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન હોવ, તો ચીની વાસ્તુશાસ્ત્ર એટલે કે ફેંગ શુઈ (Feng Shui) મુજબ બેડરૂમમાં કરેલા નાના ફેરફારો ચમત્કારિક પરિણામ આપી શકે છે.

બેડરૂમ માટે ફેંગ શુઈના ખાસ નિયમોઃ ફેંગ શુઈનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખવાનો છે. જ્યારે વસ્તુઓ યોગ્ય જગ્યાએ હોય છે, ત્યારે મન શાંત થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. આજે આપણે આ સ્ટોરીમાં જાણવાનો પ્રયાસ કરીશું કે બેડરૂમમાં કયા એવા ફેરફાર કરવા જોઈએ, જેથી રાતે શાંતિથી ઉંઘ આવી જાય.

દીવાલ પરના પેઈન્ટિંગ પણ છે મહત્ત્વના
બેડરૂમમાં લટકાવેલા ફોટા તમારા સબકોન્શિયસ માઇન્ડ (સુષુપ્ત મન) પર સીધી અસર કરે છે. હંમેશા પ્રકૃતિના તત્વો, ખીલેલા ફૂલો કે સકારાત્મક ઉર્જા આપતા ચિત્રો લગાવો. રાધા-કૃષ્ણનું ચિત્ર બેડરૂમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે મનને શાંતિ આપે છે. રહસ્યમય, ડરામણા કે હિંસક ફોટા ક્યારેય બેડરૂમમાં ન રાખવા, તેનાથી ઊંઘમાં વિક્ષેપ પડે છે, એટલે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ.

ઈનડોર પ્લાન્ટ્સ રાખોઃ ફેંગ શુઈ મુજબ બેડરૂમમાં જીવંત છોડ રાખવા સકારાત્મક માનવામાં આવે છે. હળવી સુગંધવાળા નાના છોડ રૂમની હવા શુદ્ધ કરે છે અને વાતાવરણને જીવંત રાખે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર આ બાબતે અલગ મત ધરાવે છે (વાસ્તુ મુજબ કૃત્રિમ છોડ રાખવા જોઈએ), પરંતુ ફેંગ શુઈમાં જીવંત છોડને પ્રાધાન્ય અપાય છે. જો તમે છોડ રાખો છો, તો તેની નિયમિત કાળજી લેવી અનિવાર્ય છે.

કલર્સ અને લાઈટિંગનું બેલેન્સિંગઃ બેડરૂમ એ આરામ કરવાની જગ્યા છે, એટલે જ ત્યાંનો માહોલ આંખોને અને મનને ગમે એવો હોવો જોઈએ, આ જ કારણ છે બેડરૂમની કલર સ્કીમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ-

સોફ્ટ કલર્સ: રૂમના પડદા અને બેડશીટ પણ તમારી ઉંઘમાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. સારી ઉંઘ આવે એ માટે બેડરૂમમાં બ્રાઈટ કલરના પડદા કે બેડશીટ્સને લાઈટ અને પેસ્ટલ કલર્સના પડદાં અને બેડશિટનો ઉપયોગ કરો.

સોફ્ટ લાઈટ: બેડરૂમમાં ખૂબ જ બ્રાઈટ લાઇટ ન હોવી જોઈએ. એમાં પણ ખાસ કરીને રાતે સૂતી વખતે ડિમ લાઇટ અથવા સોફ્ટ લાઈટનો ઉપયોગ કરવાથી મગજને આરામનો સંકેત મળે છે અને ઝડપથી ઊંઘ આવે છે.

ટૂંકમાં કહેવાનું થાય તો અહીં જણાવવામાં આવેલા નાના મોટા ફેરફારો માત્ર તમારા રૂમની સજાવટ જ નહીં, પણ તમારા જીવનની ગુણવત્તામાં પણ સુધારો લાવશે. પૂરતી ઊંઘ એ સારા સ્વાસ્થ્યની ચાવી છે, અને ફેંગ શુઈ આ પ્રક્રિયામાં કુદરતી મદદગાર સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!