જ્યારે અમેરિકન એરલાઈન્સને જૂને કારણે ફ્લાઈટનું ઈમર્જન્સી કરવું પડ્યું
આપણે ઘણી વખત ફ્લાઈટની ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હોવાની ઘટનાઓ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે અને એના કારણો પણ અલગ અલગ હોઈ શકે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે ખરું કે માથામાં થનારી જૂ પણ ઈમર્જન્સી લેન્ડિંગનું કારણ બની શકે? અમેરિકાથી આવો જ એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. ચાલો જાણીએ શું છે આખો ઘટનાક્રમ-
અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલી એક મહિલા પ્રવાસીના માથામાં જૂ જોવા મળતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. અન્ય સાથી પ્રવાસીની નજર પડતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. ફ્લાઈટ લોસ એન્જલસથી ન્યૂ યોર્ક જઈ રહી હતી, પરંતુ બાદમાં તેને ફિનિક્સ માટે ડાયવર્ટ કરવામાં આવ્યા હતી. આ ફ્લાઈટમાં ટિકટોક ક્રિયેટર એથન જુડેલસન પણ હાજર હતા અને તેમણે જ પોતાના ટિકટોક વીડિયોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
જુડેલસનના જણાવ્યા અનુસાર ક્રૂ મેમ્બરે ડાયવર્ઝન બાબતે ખૂબ જ ઓછી જાણકારી આપી હતી અને એને કારણે અન્ય પ્રવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. ફ્લાઈટ લેન્ડ થતાં જ પેસેજમાંથી એક મહિલા ફ્લાઈટની સામેની બાજુ ભાગી હતી. મહિલાની આ હરકત જોઈને કોઈ કંઈ સમજી શક્યું નહોતું. મહિલાની ઉતાવળ જોઈને મને આશ્વર્ય થયું કારણ કે ફ્લાઈટમાં સવાર અન્ય પ્રવાસીઓની સરખાણીએ તે જરા વધારે બેચેન હતી.
આગળ ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે મેં ચારે બાજું જોયું, પણ ગ્રાઉન્જ પર કોઈ નહોતું, કોઈ ડરેલું નહોતું. હું વિચારી રહ્યો હતો કે આ આટલું ભયાનક નથી. લેન્ડિંગ બાદ પરિસ્થિતિ વધારે વણસી ગઈ, કારણ કે ત્યારે પ્રવાસીઓને જણાવવામાં આવ્યું કે તેમણે ફિનિક્સમાં લેન્ડ કર્યું છે અને તેમને 12 કલાકનો વિલંબનો સામનો કરવો પડશે. એરલાઈનને તમામ પ્રવાસીઓ માટે હોટેલના વાઉચર આપ્યા. આ જોઈને હું વધારે મૂંઝાઈ ગયો.
પણ બાદમાં જુડેલસનને માહિતી મળી કે આ ઈમર્જન્સી લેન્ડિંગ અને વિમાનને ડાયવર્ટ કરવાનું અસલી કારણ તો જૂ હતું. તેમણે અન્ય પેસેન્જર્સને વાત કરતાં સાંભળ્યા હતા કે ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલી મહિલા પ્રવાસીના માથામાં જૂ જોવા મળી હતી અને એને કારણે જ આ બધો બખેડો ઊભો થયો હતો.