July 1, 2025
મની મેનેજમેન્ટ

Online શોપિંગ કરતાં પહેલાં આટલું ધ્યાન રાખો, નહીંતર બેંક એકાઉન્ટ…

Spread the love

આજકાલના સમયમાં લોકો એટલા બધા વ્યસ્ત અને બીજા પર આધાર રાખતા થઈ ગયા છે કે ઓનલાઈન શોપિંગ એપ્સ અને વેબસાઈટ્સ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ઓનલાઈન શોપિંગ એપ્સ અને વેબસાઈટ્સને કારણે લોકોને ઘરે બેઠા જ તેમને જોઈતી રોજબરોજના જીવનની વસ્તુઓ મળવા લાગી છે અને લોકોની લાઈફ ઈઝી બની ગઈ છે. પરંતુ તમે એવું પણ સાંભળ્યું જ હશે ને કે કોઈ પણ વસ્તુનો અતિરેક સરવાળે અને છેલ્લે તો વિનાશ જ નોંતરે છે.

ઘણી વખત આડેધડ કોઈ પણ વેબસાઈટ કે એપ્લિકેશન પર જઈને શોપિંગ કરવાથી આપણને ફાયદો તો નહીં પણ નુકસાન પહોંચે છે. આપણામાંથી ઘણા લોકોને ઓનલાઈન શોપિંગને કારણે કડવા અનુભવો પણ થયા જ હશે ને? આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ ઓનલાઈન શોપિંગને કારણે પડતી મુશ્કેલીઓ અને ત્રાસથી બચી શકો છો. દરેક સિક્કાની જેમ બે બાજું હોય છે એમ જ જો ઓનલાઈન શોપિંગ કરતી વખતે પણ થોડી સાવધાની રાખવામાં આવે તો ઓનલાઈન શોપિંગનો આનંદ પણ ઉઠાવી શકાય છે અને ઓનલાઈન સ્કેમ કે ફ્રોડથી પણ બચી શકાય છે.

જ્યારે પણ તમે ઓનલાઈન શોપિંગ કરો તો હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખો અને એ એટલે ક્રેડિટ કે ડેબિટકાર્ડની ડિટેઈલ્સ… ઓનલાઈન શોપિંગ કરતી વખતે કોઈ પણ એપ કે સાઈટ પર ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ ભરવી પડે છે. જ્યારે પણ આ ડિટેઈલ્સ ભરો ત્યારે ખાસ સાવધાની રાખો, કારણ કે તમે જ્યારે આવું કરો છો ત્યારે બીજી વખત ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારે એ ડિટેઈલ્સ પાછી ના ભરવી પડે એ માટે ડિટેઈલ્સ સેવ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે, પરંતુ ભૂલથી પણ આવું કરશો નહીં. આ રીતે ડિટેઈલ્સ સેવ કરીને તમે જાતે જ મુસીબત વહોરી લો છે, કારણ કે આવી એપ પર હેકર્સની હંમેશા પહેલી નજર હોય છે. આવી પરિસ્થિતિમાં જો તમે તમારા કાર્ડ્સની ડિટીલ્સ સેવ કરી રાખી હશે તો તેનો ખોટો ઉપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. પરિણામે કોઈ પણ એપ કે વેબસાઈટ પર ક્યારેય પણ પોતાના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ સેવ ના કરવી જોઈએ.

આ સિવાય આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે કોઈ પણ વેબસાઈટ કે એપની ફોર્વડેડ લિંક પર જઈને શોપિંગ કરે છે. આ પ્રકારની લિંકમાં ઘણી વખત એટલી બધી ટેમ્પ્ટિંગ ઓફર્સ અને ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવી હોય છે કે આપણે એમાં ફસાઈ જઈએ છીએ. આ લોભામણી જાહેરાતને પગલે લોકો તેના ઉપરથી ઓર્ડર પણ કરતા હોય છે. પરંતુ આ ફિશિંગ વેબસાઈટ કે એપ હોવાને કારણે તમે ભલે ઓર્ડર કરી દીધો હોય પણ ઓર્ડર ક્યારેય તમારા ઘર સુધી ડિલીવર કરાતો જ નથી. એટલે સૌથી પહેલાં તો આવી કોઈ પણ લિંક્સ પર જઈને ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરવાનું કે શોપિંગ કરવાનું બંધ કરવું જોઈએ. ઘણી વખત એવા કિસ્સાઓ પણ બને છે કે આવી એપ્સ પર લોગ ઈન કે સાઈન ઈન કરવાથી તમારું આખેઆખું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!