WhatsApp પર કોઈ ફોટો, વીડિયો ડાઉનલોડ કરતા પહેલા ચેતી જજો, નહીં તો એકાઉન્ટ સાફ થઈ શકે
વોટેસ્એપ, ટેલિગ્રામ યા ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર રોજ અવનવા સ્કેમ ચાલી રહ્યા છે. આ બાબતે ચેતવાની જરુરિયાત છે. જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટ યા વીડિયો ડાઉનલો કરવાથી તમારું એકાઉન્ટ સાફ થઈ શકે છે, તેથી આ મુદ્દે ટેલિકોમ વિભાગે ગ્રાહકોને જાહેરતમાં ચેતવણી આપી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)એ યૂઝર્સને ચેતવણી આપતા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો સતર્કતાથી ઉપયોગ કરવાની ચેતવણી આપી છે. ટેલિકોમ વિભાગે ખાસ કરીને વોટ્સએપ, ટેલિગ્રામ સહિત અન્ય મેસેજિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની મનાઈ કરી છે. હેકર્સ અત્યારે ફોટો અને વીડિયો મારફત ખતરનાક મેલવેયર એટલે વાયરસ મકોલે છે, જેનાથી ગ્રાહકના બેંક એકાઉન્ટની વિગતો ચોરી લે છે. ટેલિકોમ વિભાગે આ પ્રકારના સ્કેમથી બચવા માટે એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.
નવો સ્કેમથી એકાઉન્ટ ખાલી થઈ શકે
સ્માર્ટફોન અત્યારે યૂઝર્સની જરુરિયાત બની ગયો છે. અત્યારે યૂઝર્સ પોતાના ફોનનો ઉપયોગ ફક્ત કોલિંગ માટે કરતો નથી, પરંતુ તેના મારફત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, બેંક વગેરેના પણ એક્સેસ કરે છે. આ સંજોગોમાં ફોનનો એક્સેસ અન્યના હાથમાં આવી ગયો તો બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. સ્કેમર્સ હંમેશા નવી નવી યુક્તિઓ અજમાવીને સ્કેમ કરવાની કોશિશ કરે છે અને આ સ્કેમને અત્યારે લોકો Steaganography નામ આપ્યું છે.
ટેલિકોમ વિભાગે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી ગ્રાહકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે સ્કેમર્સ તમને ઈન્વાઈટ કરે યા કોઈ ઓફર આપે કે તમારા નામે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફોટો યા વીડિયો શેર કરે છે. યૂઝર્સ નવી ઓફર અથવા વીડિયો ઈન્વાઈટને જોઈને ફોટો યા વીડિયો ડાઉનલોડ કરે છે. પણ એ વખતે યૂઝર્સનો ડેટા ચોરીને સ્કમેર્સ તેના ફોનનો ડેટા એક્સેસ કરે છે.
અનેક યૂઝર્સને તો એ વાતની પણ ખબર હોતી નથી વોટ્સએપ યા ઈન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશન મારફત ફોટો અથવા વીડિયો ઓટોમેટિક ડાઉનલોડ થાય છે, તેનાથી યૂઝર છેતરાઈ શકે છે. ટેલિકોમ વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી ફોટો, ઓડિયો અને વીડિયો ડાઉનલોડ નહીં કરો. મીડિયા ફાઈલ્સની સાથે સ્કેમર્સની એક લિંક પણ યૂઝરને શેર કરે છે. જાણતા અજાણતા યૂઝર ઓપને કરે છે, તેના મારફત યૂઝરના ફોન એક્સેસ હેકર્સની પાસે પહોંચી છે અને છેતરાય છે.