સાવધાન: વોટ્સએપનું નવું ફીચર તમને મુશ્કેલીમાં નાખી શકે છે, અત્યારે જ જાણી લો…
વોટ્સએપ એ આજના સમયનું મોસ્ટ પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગયું છે. ભારત સહિત દુનિયાભરમાં આ એપનો ઉપયોગ કરનારાઓની સંખ્યા અબજોમાં હશે. વોટ્સએપ દ્વારા પણ યુઝર્સના એક્સપિરીયન્સને બેટર કરવા માટે જાત જાતના ફિચર્સ લોન્ચ કરવામાં આવતા હોય છે. પરંતુ આજે આપણે અહીં વોટ્સએપના એક ખાસ ફીચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને કારણે તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. ચાલો જોઈએ કયુ છે આ ફિચર-વોટ્સએપના આ ફિચરનું નામ છે વ્યુ વન્સ.
ફોટો કે વીડિયો ફોનમાં સેવ નથી થતાં કે ન તો તેનો સ્ક્રીન શોટ લઈ શકાય
આ ફિચરનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો જોયા બાદ તરત જ ડિલીટ થઈ જાય છે. એટલું જ નહીં, આ ફિચરનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલા ફોટો કે વીડિયો ફોનમાં સેવ નથી થતાં કે ન તો તેનો સ્ક્રીન શોટ લઈ શકાય છે. આ બધા કારણોને કારણે અનેક યુઝરને આ ફિચર ખૂબ જ સેફ લાગે છે. પરંતું અમે આજે આ ફિચરની એક ખાસ માહિતી તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને કારણે તમને ખ્યાલ આવશે કે તમે માનો છો એટલું સેફ નથી આ ફિચર.
વોટ્સએપના વ્યુ વન્સ ફિચરનો આ ફોલ્ટ માત્ર આઈફોનમાં જોવા મળ્યો
વાત જાણે એમ છે વ્યૂ વન્સ કરીને મોકલવામાં આવેલા ફોટો પાછા જોઈ શકાય છે. આ ફિચરમાં એક ત્રુટિ સામે આવી છે જે યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસી માટે મોટું જોખમ છે. વોટ્સએપના વ્યુ વન્સ ફિચરનો આ ફોલ્ટ માત્ર આઈફોનમાં જોવા મળ્યો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈફોન યુઝર્સ વ્યૂ વન્સવાળા ફોટો વારંવાર જોઈ શકે છે.
વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી જાળવી રાખવા માટે મેટા અલગ અલગ ફિચર્સ આપે છે
વ્યૂ વન્સવાળો ફોટો વારંવાર જોવા માટે આઈફોન યુઝર્સ એક ખાસ પ્રોસેસ ફોલો કરી રહ્યા છે. જોકે, આ કોઈ ટેક્નિકલ ખામી છે કે બીજું કંઈ એના પર ઓફિશિયલ જાણકારી સામે નથી આવી રહી. વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી જાળવી રાખવા માટે મેટા અલગ અલગ ફિચર્સ આપે છે અનીં એમાંથી જ આ એક ફિચર હતું જેમાં આ ટેક્નિકલ ગ્લીચ જોવા મળી રહ્યો છે.