February 18, 2026
વાંચન વૈવિધ્યમ

બાથરૂમ, વોશરૂમ કે રેસ્ટરૂમ? આ ત્રણેય વચ્ચે શું તફાવત છે તે જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Spread the love

આજકાલના આધુનિક આર્કિટેક્ચરમાં રસોડા અને બેડરૂમની જેમ જ શૌચાલયની સુવિધા પણ અત્યંત મહત્વની બની ગઈ છે. જોકે, બોલચાલની ભાષામાં આપણે બાથરૂમ, વોશરૂમ કે રેસ્ટરૂમ શબ્દોનો ઉપયોગ આડેધડ કરી બેસીએ છીએ, જેને કારણે ઘણી વખત આપણે ઓકવર્ડ સિચ્યુએશન પર મૂકાઈ જઈએ છીએ. પરંતુ હકીકતમાં, આ ત્રણેય શબ્દોના અર્થ અને તેમની પાછળની સુવિધાઓ અલગ-અલગ હોય છે. જો તમે કોઈની સામે ખોટા શબ્દનો ઉપયોગ કરો છો, તો ક્યારેક શરમ અનુભવવી પડી શકે છે. ચાલો સમજીએ આ ત્રણેય શબ્દોનો સાચો અર્થ શું છે એની જેથી તમારે કોઈ જગ્યાએ જાહેરમાં શરમમાં મૂકવવાનો વારો ના આવે..

બાથરૂમ શબ્દનો શું છે અર્થ?
બાથરૂમ તે જગ્યા છે જ્યાં મુખ્યત્વે નહાવા માટેની સુવિધા હોય છે. તેમાં શાવર અથવા બાથટબ, વોશબેસિન અને ઘણીવાર ટોયલેટ સીટ પણ હોય છે. વિદેશોમાં આ શબ્દનો ઉપયોગ માત્ર નહાવાની જગ્યા માટે જ થાય છે. જો તમે કોઈના ઘરે ગયા હોવ અને નહાવું હોય, તો જ ‘બાથરૂમ’ શબ્દ વાપરવો યોગ્ય ગણાય છે.

વોશરૂમ કોને કહેવાય છે?
વાત કરીએ વોશરૂમ કોને કહેવાય એની તો વોશરૂમ એ એક એવી જગ્યા છે કે જ્યાં ફ્રેશ થવા અને હાથ-મોઢું ધોવા માટેની વ્યવસ્થા હોય છે. અહીં વોશબેસિન, મિરર (અરીસો) અને ટોયલેટ સીટ હોય છે, પરંતુ નહાવાની સુવિધા હોતી નથી. મોલ, સિનેમા હોલ, સ્કૂલ અને ઓફિસ જેવા જાહેર સ્થળોએ સામાન્ય રીતે ‘વોશરૂમ’ જ બનાવવામાં આવે છે અને તે બાથરૂમ કરતા આકારમાં નાના હોય છે.

રેસ્ટરૂમ એટલે શું?
હવે રેસ્ટરૂમ શબ્દ સાંભળીને ઘણાને લાગે છે કે અહીં આરામ કરવાની જગ્યા હશે, પણ એવું નથી. આ શબ્દ મુખ્યત્વે અમેરિકામાં પ્રચલિત છે અને તેનો અર્થ પણ ‘પબ્લિક ટોયલેટ’ કે ‘વોશરૂમ’ જ થાય છે. જાહેર સ્થળોએ જ્યારે તમારે શૌચાલય ક્યાં છે તે પૂછવું હોય, ત્યારે ‘રેસ્ટરૂમ’ શબ્દનો ઉપયોગ વધુ સભ્ય અને આધુનિક ગણાય છે. ભારતમાં પણ હવે મોટી હોટલો અને કોર્પોરેટ ઓફિસોમાં આ શબ્દનો ઉપયોગ વધી રહ્યો છે.

ટૂંકમાં કહેવાનું થાય તો જે જગ્યાએ નહાવાની સગવડ હોય તો જ તેને બાથરૂમ કહેવું, બાકી જાહેર સ્થળોએ વોશરૂમ કે રેસ્ટરૂમ શબ્દ વાપરવો વધુ યોગ્ય છે. છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા લાગતા વળગતાં લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!