Basant Panchmi 2025: આજે આ મંત્રનો શ્લોક અને જાપ કરો, માતાજીની કૃપા થશે!
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે માઘ મહિનાની શુક્લ પક્ષની તિથિના વસંત પંચમીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. આ વર્ષે બીજી ફેબ્રુઆરીના દિવસે તિથિ આવી છે. આજના દિવસ દરમિયાન ખાસ કરીને વિદ્યા, બુદ્ધિ અને સંગીતના દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું મહાત્મય છે. આજના દિવસ દરમિયાન સરસ્વતી માતાની પૂજા કરવાથી તમારા અટકેલા કામ પૂરા થાય છે અને એની સાથે માતા સરસ્વતીની કૃપાથી બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ખાસ કરીને વિશેષ મંત્ર અને શ્લોકનો પાઠ કરવો જોઈએ.
સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરુપિણી,
વિદ્યારમ્ભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મેં સદા!
સરસ્વતી ગાયત્રી મંત્ર –
હોમ એં વાગ્દેવ્યૈ વિદ્મહે કામરાજાયા ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત!!
માતા સરસ્વતીની વંદના
યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણાવરદંડમણ્ડિતકરા યા શ્વેતપદ્યમાસના
યા બ્રહ્યાચ્યુત શંકરપ્રભૃતિભિર્દેવૈઃ સદા વન્દિતા
સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા
સરસ્વતિ નમસ્તુયભ્યં વરદે કામરુપિણિ
વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા
નાસ્તિ વિદ્યાસમં ચક્ષુઃ નાસ્તિ સત્યસમં તપઃ
નાસ્તિ રાગસમં દુઃખં નાસ્તિ ત્યાગસમં સુખમ
શુક્લામ બ્રમવિચાર સાર પરમામ આદ્યાં જગદ્વાપિનિમી
વીણા પુષ્તક ધારિણીમભયદાં જાડ્યાન્ધકારાપહામ
હસ્તે સ્ફટિકમાલિકામ્ વિદધતીમ પદ્માસને સંસ્થિતામ
વન્દે તામ પરમેશ્વરીમ ભગવતીમ બુદ્ધિપ્રદામ શારદામ