આવતા મહિને આ કારણે 15 દિવસ હશે બેંકો બંધ…
આજકાલ તો ડિજિટલ ઈન્ડિયાનો જમાનો આવી ગયો છે ત્યારે બેંક સબંધિત મોટાભાગના કામકાજ ઓનલાઇન ઘરે બેઠા જ થઈ જાય છે. પરંતુ જો તમે પણ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દર મહિને બેંક હોલિ-ડેની યાદી બહાર પાડવામાં આવે છે. જોકે આ બેંક હોલીડે અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કુલ 14 રજાઓ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ ક્યારે ક્યારે હશે બેંક હોલિડે-
1લી સપ્ટેમ્બરઃ રવિવાર
4થી સપ્ટેમ્બરઃ તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા (ગુવાહાટી)
7મી સપ્ટેમ્બરઃ ગણેશ ચતુર્થી
8મી સપ્ટેમ્બરઃ રવિવાર
14મી સપ્ટેમ્બરઃ બીજો શનિવાર, ફર્સ્ટ ઓનમ (કોચી, રાંચી અને તિરુવનંતપુરમ)
15મી સપ્ટેમ્બરઃ રવિવાર
16મી સપ્ટેમ્બરઃ બારાવફાત
17મી સપ્ટેમ્બરઃ મિલાદ-ઉન-નબી (ગેંગટોક અને રાયપુર)
18મી સપ્ટેમ્બરઃ પંગ-લહસબોલ (ગેંગટોક)
20મી સપ્ટેમ્બરઃ ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ અને શ્રીનગર)
21મી સપ્ટેમ્બરઃ શ્રીનારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી અને તિરુવનંતપુરમ)
22મી સપ્ટેમ્બરઃ રવિવાર
23મી સપ્ટેમ્બરઃ મહારાજા હરિસિંહજી જન્મદિવસ (જમ્મુ અને શ્રીનગર)
28મી સપ્ટેમ્બરઃ ચોથો શનિવાર
29મી સપ્ટેમ્બરઃ રવિવાર
જોકે, અગાઉ કહ્યું એમ હવે તો મોટા ભાગના બેંક સંબંધિત કામકાજ ઓનલાઈન જ થઈ જતાં હોય છે, પણ જો તમે પણ કોઈ જરૂરી કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા હોવ તો એક વખત આ યાદી જોઈને એ પ્રમાણે જ પ્લાન કરજો જેથી તમારો સમય અને ધક્કો બંને બચી જાય.