March 21, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત કફોડીઃ વધુ એકની હત્યાથી સમુદાય આઘાતમાં, કારણ શું?

Spread the love


બાંગ્લાદેશમાં ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકારના પતન બાદ શરૂ થયેલી હિંસા 2025માં પણ અટકવાનું નામ નથી લઈ રહી. ખાસ કરીને હિન્દુ લઘુમતી સમુદાય આ હિંસાનો સૌથી મોટો ભોગ બની રહ્યો છે. મંદિરોમાં તોડફોડ, ઘરોમાં આગચંપી અને લિંચિંગની ઘટનાઓએ માનવતા શર્મસાર થઈ છે. આંતરારાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાને ઉઠાવવા માટે ભારત સહિત અન્ય રાષ્ટ્રોએ બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવી જોઈએ.

2025માં કેટલા મોત? (આંકડાકીય વિગત): વિવિધ માનવાધિકાર સંગઠનો (જેમ કે HRCBM અને બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ)ના અહેવાલ મુજબ વર્ષ 2025માં અત્યાર સુધીમાં અંદાજે 184 લોકો હિંસામાં માર્યા ગયા છે. માત્ર ડિસેમ્બર 2025ના છેલ્લા 10 દિવસમાં પાંચ યુવાનને મોતને ઘાટ ઉતાર્યા છે. હિન્દુ યુવાનોમાં દીપુ ચંદ્ર દાસ (30 વર્ષ), અમૃત મંડલ (29 વર્ષ), બજેન્દ્ર બિશ્વાસ (40 વર્ષ) રાણા પ્રતાપ વૈરાગીની હત્યાઓએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ દિવસેને દિવસે કફોડી બની રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અને ભારત સરકાર દ્વારા સુરક્ષાની અપીલ કરવામાં આવી હોવા છતાં જમીની હકીકત ખૂબ જ ગંભીર છે. બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિ વચ્ચે રાણા પ્રતાપ વૈરાગી નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેમાં છેલ્લા 18 દિવસમાં પાંચમા યુવકની હત્યા કરી છે.

હિન્દુ સમુદાય ટાર્ગેટ પર કેમ?
ફક્ત હિંદુઓ પર હુમલા કરવામાં આવે છે, જેમાં 24 ડિસેમ્બરના અમૃત મંડલ નામના યુવકની ખંડણીના નામે મારપીટ કરીને હત્યા કરી હતી. આ બધી હત્યામાં બાંગ્લાદેશી કટ્ટરપંથી યુવાનોનો હાથ છે, જેમાં ફક્ત હિંદુ લોકો છે, જેના પાછળના મુખ્ય કારણો આ પ્રમાણે છે.

. ઇશનિંદા (Blasphemy) ના ખોટા આરોપો: સોશિયલ મીડિયા પર નકલી આઈડી દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાના આરોપો લગાવીને ટોળા દ્વારા હિંસા કરવામાં આવે છે.

. રાજકીય બદલો: હિન્દુઓને અવામી લીગના સમર્થક માનીને રાજકીય અસ્થિરતાનો લાભ લઈ કટ્ટરપંથીઓ તેમને નિશાન બનાવી રહ્યા છે.

. માળખાકીય અસુરક્ષા: દેશના 30થી વધુ જિલ્લાઓમાં હિન્દુઓને વ્યવસ્થિત રીતે ડરાવી-ધમકાવીને તેમની મિલકતો પચાવી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

. કટ્ટરવાદનો ઉદય: વચગાળાની સરકાર દરમિયાન કટ્ટરપંથી તત્વો વધુ સક્રિય થયા છે, જેના કારણે લઘુમતીઓમાં ભયનો માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!