…બાંગ્લાદેશના માફક ભારતમાં થઈ શકેઃ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ શું ઈચ્છે છે?
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયા પછી સૌથી વધુ અસર ભારત પર પડી છે. આ જ ભારતના પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને કારણે પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનનું વિભાજન થઈને નવા બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું.શેખ મુજીબુર રહેમાનની સરકારના પતન પછી દીકરી શેખ હસીનાની સરકાર સંકટમાં આવ્યા પછી પહેલું શરણું ભારતનું લીધું છે, પરંતુ ભારતની હાલત અત્યારે કપરી છે. દેશના રાજકીય પક્ષોની પ્રતિક્રિયા મળી છે, પણ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે બળતામાં ઘી હોમવા બરાબર બાંગ્લાદેશમાં લાગેલી આગ અંગે સરકારને ચેતવી છે.
સલમાન ખુર્શીદે ભડકાઉ નિવેદન આપીને સરકાર સાથે વિરોધીઓને ખુશ કર્યા છે. અનામતને લઈને થયેલા વિરોધ પ્રદર્શનોમાં બાંગ્લાદેશમાં સરકારનું પતન થયું હતું. વડા પ્રધાન શેખ હસીનાએ પીએમપદ છોડીને ભાગવું પડ્યું ત્યારે કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે ભારતમાં ભલે હાલાત બરાબર લાગતા હોય પરંતુ હિંસક સરકાર સામે વિરોધ પ્રદર્શનો થઈ શકે છે.
એક પુસ્તકના વિમોચન વખતે કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે કાશ્મીરમાં બધુ બરાબર લાગી રહ્યું છે. અમુક લોકોનું માનવું છે કે 2024માં જીત અથવા સફળતા સામાન્ય છે અને હજુ પણ ઘણું બધુ કરવાનું બાકી છે. સલમાન ખુર્શીદે કહ્યું કે બાંગ્લાદેશમાં જેવું થયું એવું ભારતમાં પણ થઈ શકે છે. ભારતમાં જ થઈ રહ્યું છે તેને રોકવામાં આવી રહ્યું છે એવું બાગ્લેદેશમાં કરવામાં આવતું હતું.
સલમાન ખુર્શીદે કહ્યું કે દક્ષિણ પૂર્વ દિલ્હીમાં શાહીન બાગમાં મહિલાઓની આગેવાનીમાં સીએએ અને એનઆરસી વિરોધ પ્રદર્શન 100 દિવસ ચાલુ રહ્યું હતું.આ વિરોધ પ્રદર્શને દેશમાં અન્ય વિરોધ પ્રદર્શનને પ્રેરણા આપી હતી. સરકારે આ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું અને આંદોલનમાં ભાગ લેનારા લોકો હજુ પણ જેલમાં છે. આજે દેશમાં શાહીન બાગ જેવું બીજો આંદોલન થઈ શકશે નહીં.
તેમણે કહ્યું કે તમને સાંભળવાનું ખરાબ લાગશે કે શાહીન બાગ આંદોલન નિષ્ફળ રહ્યું પણ હું કહીશ કે શાહીન બાગ આંદોલન સફળ રહ્યું હતું પણ એ આંદોલનમાં જે લોકોએ ભાગ લીધો હતો તેમને હવે જામીન પણ મળી રહ્યા નથી. સલમાન ખુર્શીદે આ પ્રકારના નિવેદનો આપીને ફરી નવો વિવાદ સરજ્યો છે, પરંતુ તેમના પરોક્ષ ઈશારા ભારતમાં મુશ્કેલી સર્જે તો નવાઈ નહીં.
