13 દેશની સફર અને 63 ફ્લાઇટ્સ: બેંગલોરના દંપતીએ 2025માં ફરવા પાછળ કેટલા ખર્ચ્યા?
ખાવા-પીવા કરતા ટ્રાવેલિંગ પાછળ 11 ગણો વધુ ખર્ચ, સોશિયલ મીડિયા પર વાયરલ થયું બેંગલોરના કન્ટેન્ટ ક્રિએટર કપલનું વાર્ષિક બજેટ
આ વર્ષે એવા કપલની વાત કરીએ, જેને વર્ષ 2025માં ખાવાપીવા પાછળ અઢી લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો. પણ ચોંકાવનારી વાત એ હતી કે ફરવા માટે દંપતીએ પૂરા રુપિયા 29 લાખ ખર્ચ્યા હતા. સમજી શકો છો છે કે તેમની જિંદગીમાં ફરવાનું કેટલું મૂલ્ય હશે. એટલે જીવવા કરતા ફરવા પાછળ અગિયાર ગણા વધારે પૈસાનો ધુમાડો બોલાવ્યો હતો. જાણીએ કોણ છે દંપતી.
બેંગલોરના એક સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટ કપલે વર્ષનું સરવૈયું માર્યું ત્યારે લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા અને લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. બેંગલોરના પ્રકૃતિ અરોરા અને આશીશકુમારે કહ્યું કે એક વર્ષમાં લગભગ 47 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો. ભાડાના ઘરમાં રહેતા પ્રકૃતિ અને આશીશકુમારે કહ્યું કે તેઓ રેન્ટ પર રહે છે, જ્યારે વર્ષનું ભાડું પાંચ લાખ રુપિયા છે. આરોગ્ય એટલે ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું હતું, જેમાં એક લાખનો ખર્ચ કર્યો હતો, જ્યારે ખાણીપીણી પાછળ અઢી લાખનો ખર્ચ કર્યો હતો.
ઘરના અન્ય ખર્ચની વાત કરીએ તો કપલે મેઈન્ટનન્સ સહિત અન્ય ખર્ચ માટે દોઢ લાખનો ખર્ચ કર્યો હતો. પણ સૌથી મોટા ખર્ચ તો ટ્રાવેલિંગમાં કર્યો હોવાની જાહેરાત કરી હતી. કપલ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું કે સૌથી વધુ ખર્ચ તો પોતાના શોખ પાછળ કર્યો હતો. આ દંપતીનો સૌથી મોટો ખર્ચ મુસાફરીનો હતો. તેમણે જણાવ્યું હતું કે 2025માં 63 ફ્લાઇટ્સ મારફત ટ્રાવેલ કર્યું હતું, જેમાં છ ખંડના 13 દેશની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, બહારની મુસાફરી દરમિયાન કૂલ મળીને 121 રાત હોટેલ અને Airbnb (એરબીએનબી)માં વિતાવી. તેમનો મુસાફરી ખર્ચ ફક્ત 29 લાખ રુપિયા હતો.
કન્ટેન્ટ ક્રિયેટર્સ તરીકે નામ કમાવવાના આંધળા શોખે લાખો રુપિયાનો કદાચ ધુમાડો બોલાવ્યો છે, પરંતુ શોખ જીવતો રાખ્યો છે એવું પણ લોકોએ કમેન્ટ કરી હતી. કપલે લખ્યું છે એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે અમે અમારા કેમેરા, ગેજેટ્સ અને અન્ય ટૂલ્સને અપગ્રેડ કરવા માટે વર્ષે ₹ 2.5 લાખ ખર્ચ્યા હતા. આ ઉપરાંત, તેમણે શોપિંગ અને “મેચિંગ લવ બેન્ડ્સ” જેવી વસ્તુઓ પર પણ લગભગ ₹4 લાખ ખર્ચ્યા હતા. આ વીડિયો પણ લોકોએ અજબગજબની કમેન્ટ કરી હતી, જેમાં એક યૂઝરે તો લખ્યું હતું કે આ દંપતીએ તો મને 9,999,999 ભાષામાં ગરીબ કહ્યો છે. બોલો, તમને આ સ્ટોરી વાંચીને થયું કે નહીં કે પોતાના મોજશોખને જીવતા રાખવા એ જ જિંદગી છે બાકી બધું નશ્વર. આજે આટલું જ જીવી જાણો.
