વારાણસીનું કલ્યાણઃ આ વર્ષના અંતમાં દેશનો સૌથી પહેલો અર્બન રોપવે તૈયાર થશે
વારાણસીમાં બની રહેલો ભારતનો પ્રથમ અર્બન રોપવે ટ્રાફિકની સમસ્યા હળવી કરશે અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

ગામડા ખાલી થતા જાય છે અને શહેરો-મહાનગર અને મહાનગરો કિડિયારાના માફક ઊભરાતા જાય છે. વધતી જનસંખ્યા વચ્ચે શહેરમાં ટ્રાફિક સહિત જાહેર પરિવહનની વ્યવસ્થા પણ સંકળાતી જાય છે. શહેરોની વધતી સમસ્યા વચ્ચે હવે વારાણસીમાં આ વર્ષના અંત સુધીમાં દેશની સૌથી પહેલી અર્બન રોપવે શરુ થશે. ટ્રાયલ રન ચાલુ હોવાની સાથે ભાડું પણ નક્કી કરવામાં આવશે, જે આ વર્ષના અંત સુધીમાં સર્વિસ મળી શકે.
ચાર કિલોમીટરના નેટવર્કને કવર કરશે
આ અર્બન રોપવે આધુનિક પરિવહનનું માધ્યમ બનશે. 807 કરોડના પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અને પર્યટકોને વિશેષ સુવિધા પૂરી પાડવાનો છે. આ રોપવે 3.75 કિલોમીટરના નેટવર્કને કવર કરશે. બનારસ કેન્ટ રેલવે સ્ટેશન સહિત ગોવાલિયા ચોકને કવર કરશે, જ્યારે એક વાર શરુ થયા પછી એક કલાકના રુટમાં પંદર મિનિટમાં પહોંચી શકાશે એવી શું ખાસિયત હશે એની વાત કરીએ.
ગોંડોલા સિટીની કનેક્ટિવિટીમાં સુધારો કરશે
માર્ચ મહિનામાં રોપવેનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સિંગલ ગોંડોલાનો બનારસ કેન્ટ અને રથયાત્રા વચ્ચે પરીક્ષણ કર્યું હતું. જેમ જેમ ઓપરેશન સિસ્ટમ સ્મુથ બન્યા પછી ગોંડાલાને એડ કરવામાં આવશે. છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સ્ટેશન પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ સમસ્યા અવરોધરુપ બની નથી. એક વખત આ ગોંડોલા સિસ્ટમમાં આવી જશે એના પછી સિટીની કનેક્ટિવિટીમાં સુધારો થશે.
દૈનિક ધોરણે 16 કલાક અવિરત સર્વિસ પૂરી પાડશે
મૂળ યોજના પાંચ સ્ટેશનની છે, જેમાં રેલવે સ્ટેશન, વિદ્યાપીઠ, રથયાત્રા, ગિરજાઘર અને ગોંડોલિયા ચોક અને એના પછી કાશી વિશ્વનાથ મંદિર શ્રદ્ધાળુ વિના મુશ્કેલી પહોંચી શકે છે. લગભગ ૧૫૦ ટ્રોલી કાર ૪૫-૫૦ મીટરની ઊંચાઈએ ચાલશે, જેમાં દરેક ગોંડોલા ૧૦ મુસાફરોને લઈ જઈ શકશે. મીડિયાના અહેવાલો અનુસાર ગોંડોલા ૧.૫થી ૨ મિનિટના અંતરે પહોંચશે. આ રોપવેની સુવિધા દિવસ દરમિયાન નોન-સ્ટોપ 16 કલાક પૂરી પાડવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મૂળ યોજના માર્ય, 2025માં શરુ કરવાની હતી
હાલના તબક્કે ત્રણ સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂરું કર્યું છે, જેમાં બનારસ કેન્ટ, વિદ્યાપીઠ અને રથયાત્રા. આ ત્રણેય સ્ટેશનમાં ઓટોમેટિક સ્ટેયર્સ, લિફ્ટ્સ, વ્હિલચેર રેમ્પ, રેસ્ટરુમ્સ, પાર્કિંગ, ફૂડ-બેવરેજીસ માટે સ્ટોર્સ સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ થશે. મૂળ યોજના માર્ચ, 2025માં શરુ કરવાની હતી, પરંતુ કામકાજ પાર પાડી શક્યા નહોતા. લગભગ ચાર કિલોમીટર લાંબા કોરિડોરમાં 29 ટાવરવાળો એક મોનો-કેબલ ડિટેચેબલ ગોંડોલા હશે. મેટ્રોની માફક સંચાલન થશે, જ્યારે રોપવેને વારાણસી માટે મિનિ મેટ્રો કહેવાશે.
ખર્ચમાં આશરે 157 કરોડનો થયો વધારો
અહીં એ જણાવવાનું કે કાશીની ભીડને ધ્યાનમાં રાખીને રોપવે પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના શિલારોપણ વખતે યોજનાનો ખર્ચ 650 કરોડ હતો, જે વધીને 807 કરોડે પહોંચ્યો છે, જેમાં 157 કરોડનો વધારો થયો છે. મહત્ત્વાકાંક્ષી રોપવે પ્રોજેક્ટનો શિલારોપણ 24 માર્ચ, 2023ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બનારસમાં આ પ્રકલ્પ સફળ રહ્યા પછી અન્ય શહેરોમાં યોજના લાગુ પાડવામાં આવશે.
