બદલાપુર કાંડઃ અક્ષય શિંદેના માથામાં ગોળી વાગી, વધુ લોહી વહેતા મોત થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
મુંબઈઃ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બદલાપુરના આરોપી અક્ષય શિંદેના માથામાં ગોળી વાગી હતી અને વધારે લોહી વહી જવાથી મોત થયું હતું. અક્ષય શિંદેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં બે બાળકી સાથે કરેલા દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. નવી મુંબઈની તળોજા જેલથી બદલાપુરની જેલમાં લઈ જતી વખતે પોલીસ સાથે વિવાદ પછી ઝપાઝપીમાં શિંદેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
અક્ષય શિંદેના એન્કાઉન્ટરના અહેવાલો પછી રાજ્ય સરકારે વિગતે રિપોર્ટ આપ્યો હતો. સરકારની કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ઝાટકણી કાઢી હતી. અક્ષય શિંદેના પરિવારે પણ ન્યાયિક તપાસ કરવાની અપીલ કરી હતી, જ્યારે હાઈ કોર્ટમાં તપાસ કરવાની અરજી પણ કરી છે. એની વચ્ચે અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારીએ પણ સંપૂર્ણ સ્ટોરી જણાવી હતી.
વધારે પડતું લોહી વહી થવાથી મોત
તળોજા જેલથી બદલાપુર લઈ જતી વખતે મુમ્બ્રામાં પોલીસ સાથે વિવાદ થયા પછી પોલીસે જવાબી કાર્યવાહીમાં તેના પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવ પછી રાજ્યમાં વિવાદ થયો છે, જ્યારે એક વર્ગે પણ આકરી પ્રતિક્રિયા આપી છે જઘન્ય આરોપો કરનારાઓને તરત જ દંડ થવો જોઈએ. દરમિયાન અક્ષય શિંદેના મોત પછી પોસ્ટ મોર્ટરનો રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં સ્પષ્ટ થયું છે કે અક્ષય શિંદેનું મોત બ્લિડિંગ થયું હતું.
પાંચ ડોક્ટરની પેનલે કર્યું પોસ્ટ મોર્ટમ
પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ માથામાં ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી તેના શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હતું, તેથી તેનું મોત થયું હતું. આરોપીને શરુઆતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુમ્બ્રા પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ લગભગ સાત કલાક ચાલ્યું હતું અને એની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પાંચ ડોક્ટરની પેનલે અક્ષય શિંદેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
પોસ્ટમોર્ટમ જેજે હોસ્પિટલમાં કર્યું
પરિવારે મૃતદેહને સ્વીકારવાની ના પાડી હોવાથી મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે. જેજે હોસ્પિટલે જણાવ્યું કે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એસઓપી) અન્વયે પોસ્ટમોર્ટમ કર્યું છે. મહારાષ્ટ્ર પોલીસની સીઆઈડીને આરોપી અક્ષય શિંદેના મોતની તપાસ કરવાની જવાબદારી સોંપી છે. અક્ષયના મૃતદેહને થાણેની કલવા હોસ્પિટલથી પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાત ડોક્ટરની આગેવાનીમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું. મંગળવારની સાંજે પાંચ વાગ્યે રિપોર્ટ સોંપ્યો હતો. આ કેસની હવે સીઆઈડી તપાસ કરે છે.