July 1, 2025
ધર્મ

આજે ફાગણી અમાસના દિવસે આ ભૂલો કરવાનું ટાળો…

Spread the love

આજે એટલે કે 27મી ફેબ્રુઆરીના ફાગણ માસની અમાસ છે. ફાગણ મહિનાની આ અમાસને ફાલ્ગુની અમાવસ્યાના નામે પણ ઓળખવામાં આવે છે. આ વખતની ફાગણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે શિવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અમાસના દિવસને સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે આ સાથે જ ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુજીની પણ પૂજા કરવામાં આવે છે, ત્યારે ચાલો જાણીએ કે ફાગણ મહિનાની અમાસના દિવસે કયા પ્રકારની ભૂલો કરવાથી બચવું જોઈએ-

⦁ એવું કહેવાય છે કે અમાસના દિવસે બૂરી શક્તિઓ એક્ટિવ થઈ જાય છે અને તે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. આ માટે આ દિવસે સ્મશાન જેવી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.

⦁ અમાસના દિવસે મોડે સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ અને વહેલી સવારે ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્નાન અને પૂજા કર્યા પહેલાં કંઈ પણ ખાવાનું ટાળવું જોઈએ.

⦁ આ દિવસે પોતાના ઘરમાં અને આસપાસમાં શાંતિ જાળવી રાખો. કોઈ પણ પ્રકારના ક્લેશ, ઝઘડા કે વાદ-વિવાદમાં પડવાનું ટાળો. કોઈ પણ વ્યક્તિને એલફેલ બોલવાનું કે તેનું અપમાન પણ ના કરશો.

⦁ ફાગણ મહિનાની અમાસના દિવસે દારુ-માંસ-મચ્છી વગેરેનું સેવન કરવાથી બચો. આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવ્યું છે, એટલે તે ખાવાથી બચો.

⦁ લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે આ દિવસે પિતૃઓની શાંતિ માટે તર્પણ અને ઉપવાસ કરો. કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.

⦁ અમાસના દિવસે આમ પણ દાન-પુણ્ય કરવાનું આપણા હિંદુ શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, એટલે આ દિવસે દાન-પુણ્ય કરીને પુણ્ય ઉપાર્જન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!