રાતના બારના ટકોરે મંદિરો ગૂંજી ઊઠ્યા જય કનૈયાલાલ કીના નાદથી…
દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. રાતના બાર વાગ્યાના ટકોરે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા અને લાલાના જન્મોત્સવની ઉજવણી કરી હતી. જય કનૈયાલાલ અને ભય પ્રગટ ગોપાલાના જયઘોષથી ગૂંજી ઊઠ્યા હતા. દિલ્હી, મથુરા, દ્વારકા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીના મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર આવ્યા હતા.
પટણાના ઈસ્કોન મંદિરમાં લાઠીચાર્જ
શ્રીકૃષ્ણ જન્મોત્સવ વખતે પટણાના ઈસ્કોન મંદિરમાં ભક્તોની જોરદાર ભીડ જામી હતી. ભીડ બેકાબૂ થવાને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી, જેમાં અમુક લોકોને ઈજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમિયાન સંગમ નગરી પ્રયાગરાજના ઈસ્કોન મંદિરમાં રાધાકૃષ્ણનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જ્યાં હરખભેર ઉજવણી કરી હતી.
શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી દેશમાં મથુરા, વૃંદાવન સહિત ગુજરાતના તમામ ભક્તોએ ઉત્સાહભેર કર્યો હતો. ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પર્વની ઉજવણી દ્વારકા, શામળાજી સહિત ઈસ્કોનના મંદિરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી

ગુજરાતના મંદિરોમાં હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી અને મંદિરમાં કોણ છે રાજા રણછોડના નાદથી ગૂંજી ઊઠ્યા હતા. અમદાવાદ, સુરત, બરોડાના કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની હોંશભેર ઉજવણી કરવામાં આવી છે. ઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી વર્ચ્યુઅલ રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઈસ્કોન મંદિરને વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. અમદાવાદમાં જગન્નાથ મંદિર, સોલા ભાગવત, ઈસ્કોન, શામળાજી, દ્વારકામાં ધામધૂમથી ઉજવણી કરી હતી.
#WATCH | Gujarat: Curtains opened for the Darshan as devotees in huge numbers gather at Ahmedabad's ISKCON Temple on the occasion of Shri Krishna Janmashtami pic.twitter.com/pf3joJZcKV
— ANI (@ANI) August 25, 2024
મથુરામાં 5251માં જન્મોત્સવની ઉજવણી

ભગવાન શ્રી કૃષ્ણના 5251મા જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. સમગ્ર મથુરા શહેરને લાઈટિંગની રોશનીથી સજાવ્યું હતું. કૃષ્ણ લીલા માટે મયુર નૃત્ય, ચરકુલ નૃત્ય અને અન્ય નૃત્ય કરવામાં આવ્યા હતા. દરમિયાન કરૌલીના શ્રી રાધા મદન મોહન મંદિરમાં સવારથી ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
દિલ્હીના ઈસ્કોન મંદિરમાં હરે કૃષ્ણના જાપ
જન્માષ્ટમીના પર્વની ઉજવણી દેશભરમાં હરખભેર કરવામાં આવી હતી. મંદિર પર રંગબેરંગી લાઈટસ્ અને ફૂલોની સજાવટ સાથે મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. એની સાથે રાતના બાર વાગ્યાના ટકોરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણના જાપ કરવામાં આવ્યા હતા, જ્યાંથી સમગ્ર પરિસર ભક્તિમય આનંદમાં ડૂબ્યા હતા.
