આગામી 30 દિવસ કેન્દ્ર સરકારની મુશ્કેલી વધારશે આ બે ગ્રહો, રહેવું પડશે ખાસ સાવધ…
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ 2024નું વર્ષ ખૂબ જ મહત્વનું રહેવાનું છે, કારણ કે આ જ વર્ષે અનેક મહત્વના મોટા મોટા ગ્રહો હિલચાલ કરી છે અને વર્ષના અંત સુધીમાં હજી બીજા કેટલાક ગ્રહો હિલચાલ કરશે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એવા બે ગ્રહો વિશે કે જેઓ આગામી 30 દિવસ સુધી કોઈ રાશિના જાતકોની નહીં પણ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધારવા જઈ રહ્યા છે. આવો જોઈએ કયા બે ગ્રહો કેન્દ્ર સરકાર માટે સંકટ ઊભા કરવા જઈ રહ્યા છે-
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી ઓગસ્ટના ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની સ્વરાશિમાં પ્રવેશ કર્યો છે, આ સિવાય હાલમાં શનિ પણ વક્રી છે. આમ શનિ અને સૂર્ય સામ-સામે આવી ગયા છે. સૂર્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ છે, જ્યારે શનિ એ ન્યાયના દેવતા છે. શનિ પોતાની સ્વ રાશિ કુંભ રાશિમાં મજબૂત અવસ્થામાં છે એ જ રીતે સૂર્યએ પણ ત્રણ દિવસ પહેલાં જ પોતાની સિંહ રાશિમાં ગોચર કર્યું છે. આગામી 30 દિવસ શનિ-સૂર્યની પ્રતીયુતિ થવા જઈ રહી છે. આને કારણે ભ્રષ્ટ લોકોના કૌભાંડોને કારણે સરકાર પર બદનામીના છાંટા ઊડી શકે છે.
સરકારની સાથે સાથે જ સંપૂર્ણ દેશ માટે 16મી સપ્ટેમ્બર 2024 સુધીનો સમય કસોટીભર્યો રહેશે. આ સમયગાળા દરમિયાન અનેક દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ તેમજ આર્થિક કટોકટીને કારણે નવા નીતિ વિષયક ફેરફારો જોવા મળી શકે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતો, દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહોને કારણે બદનામી થવાનો ભય રહેલો છે, જેને કારણે સરકારે સતર્ક રહીને પગલાં લેવા પડે.
16મી ઓગસ્ટથી સૂર્ય પોતાની સ્વ રાશિમાં શનિની સામે છે, ત્યારબાદ સૂર્ય 16મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે, એ સમયે સૂર્ય 17મી ઓક્ટોબરથી રાહુની સામે રહેશે. આ બાદ 17મી ઓક્ટોબરથી 16મી નવેમ્બરે સૂર્ય નીચલી રાશિમાં આવશે. આ પછી 16મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર એ ફરી પાછો શનિ અને સૂર્યનો કેન્દ્ર યોગ થશે. એટલે કહી શકાય કે, દેશમાં આવનાર 90 દિવસ સત્તાધીશ પક્ષ માટે કસોટીપૂર્ણ રહી શકે છે.
આ ઉપરાંત જ્યોતિષચાર્યના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શનિની દ્રષ્ટિ રહેવાની હોવાથી હોવાથી મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોને આરોગ્ય અને પ્રતિષ્ઠાના મામલે ખૂબ જ સંભાળવું પડશે. હાલમાં જેમનો ગુરુ બળવાન છે તેમને પણ સંભાળવું પડશે, કારણ કે ગુરુ મહારાજ પણ વક્રી છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આરોગ્યનો કારક માનવામાં આવ્યો છે કારણ કે સૂર્ય સારું આરોગ્ય આપે છે.