July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

વિધાનસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી શાકભાજી માર્કેટ પહોંચ્યા, જુઓ વીડિયો

Spread the love

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી શાકભાજીનો ભાવ જાણવા માટે માર્કેટ પહોંચ્યા હતા. માર્કેટમાં પહોંચીને તેમણે દુકાનદારો પાસેથી લસણ, ટામેટા સહિત અન્ય શાકભાજીના ભાવ જાણ્યા હતા. દુકાનદારોએ રાહુલ ગાંધીને લસણના ભાવ 400 રુપિયા કિલો જણાવ્યા હતા, જ્યારે રાહુલ ગાંધીએ માર્કેટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો હતો.
શાકમાર્કેટની મુલાકાત લેતો વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે લસણનો ભાવ 40 રુપિયાનો ભાવ હતો, જે હવે 400 રુપિયાનો થયો છે. વધતી મોંઘવારીએ આમ આદમીના રસોડાનું બજેટ બગાડયું છે અને સરકાર કુંભકરણના માફક ઊંઘી રહી છે.
રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે, જે ગિરી નગર સ્થિત હનુમાન મંદિરના શાકમાર્કેટનો છે. વીડિયોમાં મહિલાઓએ રાહુલ ગાંધીને ચા પીવા પણ બોલાવ્યા હતા. મહિલાઓએ મોંઘવારી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. એક મહિલાએ કહ્યું હતું કે મોંઘવારી વધી રહી છે, પરંતુ પગાર વધી રહ્યા નથી. માર્કેટમાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જ્યારે હજુ વધારો થશે પણ ઘટાડો થશે નહીં.


અહીં એ જણાવવાનું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજવામાં આવશે, ત્યારે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીએ પોત પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે, ત્યારે કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો ઉછાળી શકે છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી અનેક યૂઝરે તેના પર પ્રતિક્રિયા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!