વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહાયુતિમાં ખટરાગઃ અજિત પવારે કહ્યું ચૂંટણી એકલા લડવા સ્વતંત્ર
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ મોટા ભાગની સીટ પર પીછેહઠ થઈ. અપેક્ષા પ્રમાણે ત્રણેય પક્ષ (ભાજપ, એકનાથ શિંદે શિવસેના અને અજિત પવાર એનસીપી)માંથી એક પણ મજબૂત પ્રદર્શન કરી શક્યું નહીં, એનાથી વિપરીત મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પક્ષોએ એમ-કાર્ડ રમીને પણ ગઠબંધનને અપેક્ષા કરતા વધુ બેઠક મેળવ્યા પછી મહાયુતિમાં રીતસરના ખટરાગ-વિવાદ ચાલુ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે અંદરોઅંદર આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે, પરંતુ મહાયુતિમાં ચાલતો વિવાદ હવે વકરી રહ્યો છે, જે અંતર્ગત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે સ્થાનિક પાલિકાની ચૂંટણી જ્યારે પણ યોજવામાં આવશે ત્યારે સમાજના તમામ વર્ગોના નવા અને જૂના ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવશે.
અજિત પવારના નિવેદનથી સ્પષ્ટ જોવા મળે છે કે મહાયુતિ ગઠબંધનમાં બધુ સમુસૂથરું નથી. રવિવારે અજિત પવારે કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સહિત મહાયુતિના સાથી પક્ષો એકલા ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.
#WATCH | Pune | Maharashtra Deputy CM Ajit Pawar says, "Even though we contested Lok Sabha and Vidhan Sabha together as Mahayuti…Every party will contest local Body Elections as per their strengths…Therefore party workers in Mahanagar Palika, Nagar Palika, Zilla Parishad and… pic.twitter.com/UGcdihDkE6
— ANI (@ANI) July 21, 2024
પિંપરી ચિચવડના એક કાર્યક્રમને સંબોધતા અજિત પવારે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે એકલા ચૂંટણી લડવાથી કાર્યકર્તાઓને મજબૂતાઈ મળશે. અજિત પવારે કહ્યું હતું કે લોકસભા અને વિધાનસભામાં અમે સહયોગી છીએ, પરંતુ મહાયુતિના નેતા-સભ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકલા લડવા માટે સ્વતંત્ર છે. અલબત્ત, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મ્યુનિસિપલ કાઉન્સિલ, નગર પંચાયત અને જિલ્લા પરિષદનો સમાવેશ થાય છે. જોકે, સૌથી મોટી વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શેડ્યુલ હજુ નક્કી થયું નથી.
સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને અજિત પવારના નેતૃત્વની એનસીપીનો સમાવેશ થાય છે. અજિત પવારે કહ્યું હતું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવશે ત્યારે સમાજના તમામ વર્ગોના ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે. શનિવારે પુણેમાં આયોજિત જિલ્લા યોજના અને વિકાસ સમિતિ (ડીપીડીસી)ની બેઠકમાં શરદ પવારને બોલતા રોકવાની વાતને ફગાવી હતી.
બારામતીનાં સાંસદ સુપ્રિયા સુળેએ દાવો કર્યો હતો કે તેમના પિતા દ્વારા વિકાસ ભંડોળના વિતરણ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને તેના અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.
