July 1, 2025
લાઈફ સ્ટાઈલ

પુસ્તક હાથમાં લેતા જ ઊંઘ આવી જાય છે, બોલો શું કરવું?

Spread the love

માનવ શરીરની રચના પ્રમાણે ઊંઘ જરુરી છે, જેમાં મર્યાદિત કલાકોમાં ઊંઘ લેવાનું જરુરી છે. બાળકો હોય કે મોટેરા પણ દરેકના માટે પૂરતી ઊંઘ લેવાનું જરુરી છે. બાળકો યા કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્યારેક ફરિયાદ કરતા હોય છે કે ઊંઘ પૂરતી થતી નથી અથવા વાંચતા વાંચતા ઊંઘ તરત આવી જાય છે તો ક્યારેક પુસ્તક હાથમાં લેતા જ ઊંઘ આવી જાય છે.
તમે જ તમારી જીવનશૈલીને ઘડી શકો: ક્યારેક તો પરીક્ષા નજીકમાં હોય તો પણ એવું થતું હોય કે હાથમાં પુસ્તક પકડતાની સાથે ઊંઘ આવી જાય, તેનાથી તમારા ટેન્શનમાં પણ વધારો થાય છે. એક્સપર્ટ લોકોનું માનવું છે કે તમારી લાઈફસ્ટાઈલનું તમારે જ ઘડતર કરવાનું છે, જો તેના પર તમે કાબૂ મેળવી શકો તો અન્ય બાબતો તમારા પર હાવિ થઈ શકતી નથી.
ઊંઘને રોકવા આટલું કરી શકો: પુસ્તક વાચતી વખતે તમારા આંખોના મસલ્સ પર દબાણ આવે છે. તમારું બ્રેન તમે જે કંઈ વાંચો છો તે ક્લેક્ટ કરે છે. જ્યારે આંખોના મસલ્સ થાકી જાય ત્યારે એ સ્લો કામ કરવા લાગે અને ઊંઘ આવે છે. અમુક વખતે તમારી બેસવાની સ્ટાઈલ પર પણ નિર્ભર કરે છે. જો બેસવાની રીત પણ ખોટી હોય તો પણ ઊંઘ આવી શકે છે. આ સંજોગોમાં શું કરવું જોઈએ. એના માટે તમને મસ્ત મજાની ટિપ આપીએ એનું ખાસ ધ્યાન રાખો તો કદાચ ઊંઘના શિકાર બનશો નહીં.
અંધારામાં વાંચશો નહીઃ જ્યારે પણ તમે વાંચવાનું કરતા હો તો એવી જગ્યાએ સ્ટડી કરો કે તમને પૂરતો સૂર્ય પ્રકાશ કે લાઈટિંગ હોય. આંખો પર વધારે અસર થાય નહીં તેની તકેદારી રાખો. ઓછી લાઈટિંગવાળી જગ્યાએ બેસશો નહીં. અંધારામાં બેસીને વાંચવાથી પણ તમને ઊંઘ આવી શકે છે. ખાસ કરીને ખુલ્લી જગ્યામાં બેસીને સ્ટડી કરો. જો તમારે વાંચવું હોય તો ખુલ્લી જગ્યામાં બેસો. જેમ કે બાલ્કની હોય કે હવા-ઉજાસવાળી જગ્યાએ બેસો, જેથી તમને આળસ આવે નહીં. ઓપન સ્પેસમાં બેસવાથી તમને ઊંઘ આવશે નહીં. એનાથી તમને આળસ પણ નહીં આવે અને આંખો પર પ્રેશર આવશે નહીં.
બેડ પર વાંચશો નહીઃ અમુક લોકો બેડ પર બેસીને વાંચતા હોય છે તો શક્ય એટલા તમે બેડ પર બેસીને વાંચશો નહીં. બેડ પર બેસીને વાંચવાથી તમને આળસ આવી શકે છે. ટેબલ અથવા ખુરશી પર બેસીને વાંચવાથી તમને આળસ આવશે અને ઊંઘ પણ આવી શકે છે. વાંચ્યા પહેલા પેટ ભરીને જમશો નહી. પેટ ભરીને જમવાથી આળસ આવે છે, તેનાથી તમને 100 ટકા ઊંઘ આવી શકે છે. વધારે જમવાથી ઊંઘ આવવાની સો ટકા શક્યતા રહે છે. એટલે જમીને તરત વાંચવાનું ટાળો અથવા પેટ ભરીને જમ્યા પછી તરત વાંચશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!