July 1, 2025
રમત ગમત

વર્ષ 2024 માટે આઈસીસીના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે અર્શદીપ સિંહની પસંદગી

Spread the love

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટવેન્ટી-20 મેચ પહેલા ભારતીય ટીમના આક્રમક બોલર અર્શદીપ સિંહને 2024 માટે આઈસીસી ટી20 પુરુષ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે. અર્શદીપ સિંહે વર્ષ 2024ના વર્ષમાં ટવેન્ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું હવે તેને એનું ઈનામ મળશે.

વર્લ્ડ કપની ફાઈનલમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન
અર્શદીપ સિંહ સિવાય પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રજાને નોમિનેટ કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહે અમેરિકાની સામે ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે પણ આક્રમક બોલર તરીકે ઝળક્યો હતો, જેમાં ચાર ઓવરમાં 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ફાઈનલમાં 19મી ઓવર ફેંકી હતી, જેમાં બહુ ઓછા રન આપ્યા હતા. 20-20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યાં અર્શદીપે 17 વિકેટ ઝડપી હતી.


ભારતીય ટીમની જરુરિયાત વખતે કેપ્ટનશિપની ભૂમિકા ભજવી
ભારતીય યુવા ફાસ્ટ બોલર અર્શદીપે 2022માં ભારતીય ટીમ વતીથી ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જસપ્રીત બુમરાહને સ્થાને અર્શદીપની બોલિંગ પણ ઘાતક છે, જ્યારે તેના પર પણ ટીમની નિર્ભરતા રહે છે. અર્શદીપ સિંહ ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. પાવરપ્લે અને ડેથઓવરમાં પણ શાનદાર બોલિંગ કરવામાં પાવરધા છે, જ્યારે જરુર પડે ત્યારે કેપ્ટનશિપ પણ સોંપવામાં આવે છે. 2024માં અર્શદીપનું 7.49ની ઈકોનોમી અને 10.80ના સ્ટ્રાઈક રેટથી વિકેટ્સ ઝડપી હતી.

61 મેચમાં 97 વિકેટ ઝડપી છે અર્શદીપ સિંહે
અર્શદીપ સિંહે આઈસીસીએ 2024 માટે ટી-20 ક્રિકેટ માટે પસંદગી થનારા ભારતીય ક્રિકેટરમાં અર્શદીપ એક જ છે. અત્યાર સુધીમાં ભારતવતીથી ટવેન્ટી20 ક્રિકેટ માટે જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. અર્શદીપ સિંહે ભારતીય ટીમ વતીથી અત્યાર સુધીમાં 61 ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 97 વિકેટ ઝડપી છે એના સિવાય ભારત માટે આઠ વન-ડે મેચમાં 12 વિકેટ લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 66 વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!