March 24, 2026
મનોરંજન

26/11 હુમલામાં અર્જુન રામપાલનો આબાદ બચાવ, 17 વર્ષે લીધો બદલો!

Spread the love


ફિલ્મ ‘ધુરંધર’માં મેજર ઈકબાલ બનેલા અર્જુન રામપાલે મુંબઈ હુમલાની ભયાનક રાતનો અનુભવ શેર કર્યો

ધુરંધર ફિલ્મ ફેન્ચાઈઝીમાં મેજર ઈકબાલનો અભિનય નિભાવનારા અર્જુન રામપાલની ભૂમિકાની પ્રશંસા થઈ રહી છે, ત્યારે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અર્જુન રામપાલે ચોંકાવનારી વાતો કરી છે. અર્જુન રામપાલે કહ્યું કે 26/11 મુંબઈના આતંકવાદી હુમલા અંગે મહત્ત્વની વાત કરી હતી. અર્જુન રામપાલે કહ્યું કે તેનો જન્મદિવસ 26 નવેમ્બરનો છે અને એ પણ હુમલાનો ભોગ બન્યા હોત, પરંતુ એક મિત્રએ તેને બચાવી લીધો હતો, પરંતુ એ હુમલાનો ભોગ તો બન્યો નહીં, પરંતુ હુમલાનો બદલો લેવાની 17 વર્ષ પછી તક મળી હોવાનું જણાવ્યું.

અત્યારે ધુરંધરના એક પછી કલાકારો ચર્ચામાં આવે છે, ત્યારે અર્જુન રામપાલે ધુરંધર ટૂ અને પોતાના જીવનની વ્યક્તિગત બાબતને જોડતી વાત અંગે મહત્ત્વની વાત કરી. મુંબઈમાં હોલ ઓફ ફેમ એવોર્ડસથી અર્જુન રામપાલને સન્માનિત કરવામાં આવ્યો ત્યારે 2008ના આતંકવાદી હુમલાના અનુભવ અંગે વાત જણાવી. એ ટ્રોમામાં તેને આદિત્ય ધરની ફિલ્મ 26/11 હુમલામાં મહત્ત્વનો અભિનય કરવાની તક મળી હતી. અર્જુન રામપાલે પોતાના મિત્રોનો આભાર વ્યક્ત કરતા પોતાની ફિલિંગ્સને રજૂ કરતા કહ્યું હતું કે એ સમય ભયંકર હતો. ધુરંધરમાં એનો અભિનય કરવાનો એ હુમલાનો બદલો વાળવા બરાબર છે.

અર્જુન રામપાલે કહ્યું કે 2011માં હું એ જ હોટેલમાં હતો અને મારા દોસ્તોએ પિકઅપ કરવા જઈ રહ્યો હતો, ત્યારે હું તાજતરફ હતો, કારણ કે મારા બર્થડે સેલિબ્રેટ કરવાના હતા. મારો જન્મદિવસ 26 નવેમ્બરના આવે છે. એક ફ્રેન્ડ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે અમે ડ્રિન્ક્સ પીવા ગયા, ત્યારે એક વિસ્ફોટ થયો મેં અવાજ સાંભળ્યો અને પૂરો કાચ હલી ગયો હતો અમે પળવારમાં વિચારમાં પડી ગયા કે શું થયું. 10 મિનિટમાં લાગ્યું કે ગેંગવોર શરુ થયું હશે. અમારા ફોન વાગવા લાગ્યા અને કહ્યું કે કોલાબા જતા નહીં, ત્યાં આતંકવાદી હુમલો થયો છે, ત્યાંથી 20 મિનિટમાં નીકળી ગયા.

અર્જુન રામપાલે મદદ કરનારા ફ્રેન્ડ હોટેલ માલિક આદર્શ જટિયાનું નામ લઈને અમે તેને મીઠાઈ ખવડાવી હતી અને કહ્યું હતું કે આજે રાતના અહીં રોકાઈ શકે છે, પરંતુ અમે કોઈને બહાર મોકલી શકીએ એમ નથી, બહાર સુરક્ષિત નથી. 26/11ના હુમલામાં ભયાનક દૃશ્યો જોવા મળ્યા છે. બીજી સવારના અમે ઘરે જઈ રહ્યા હતા ત્યારે ત્રણ વખત રોકાઈ ગયા હતા, ત્યારે લાગ્યું હતું કે બીમાર પડી જઈશું. આદિત્ય ધરે મને 26/11નો સીન સંભાળવ્યો ત્યારે મને લાગ્યું કે મને બદલો લેવાની તક મળી છે. ધુરંધર-ટૂ માટે એટલું જ કહીશ કે બસ એટલું જ ઈચ્છું છું કે ભારત માતા કી જય. ધુરંધર-ટૂ ફિલ્મમાં અર્જુન રામપાલ, રણવીર સિંહની સાથે રાકેશ બેદી, સંજય દત્ત, સારા, અર્જુન સહિત અનેક કલાકારો સામેલ છે, જે 19મી માર્ચના રિલીઝ થઈ પણ થોડા દિવસોમાં 1,000 કરોડ રુપિયાનો વકરો પાર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!