ચહેરા પરની ચરબીથી પરેશાન છો? આ સરળ એક્સરસાઇઝથી સમસ્યાથી મેળવો છુટકારો!
ખોટી ખાણી-પીણી અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે આ સમસ્યા થાય

આપણામાંથી અનેક લોકોને ચહેરા પર ફેટની સમસ્યા સતાવે છે અને એનાથી છુટકારો મેળવવા માટે આપણે જાત જાતના ઉપાયો પણ કરીએ છીએ. ચહેરા પર ફેટ જમા થવાના અનેક કારણો છે. ઘણી વખત ખોટી ખાણી-પીણીની આદતો તો ઘણી વખત વર્ક આઉટ ન થવાને કારણે ચહેરા પર ફેટ જમા થવા લાગે છે અને એને કારણે ચહેરો મોટો અને ગોળમટોળ લાગવા લાગે છે. ચાલો આજે અમે અહીં તમને જણાવીશું કેટલીક એવી ટિપ્સ વિશે કે જેની મદદથી તમે એ ફેસ પરથી ફેટ હટાવી શકશો…
ચહેરા પરની ચરબી કે જેને આપણે ફેસ ફેટ તરીકે પણ ઓળખીએ છીએ તેને કઈ રીતે ઘટાડી શકાય એ વિશે વાત કરીએ તો ફેસ પર ચરબી હોવાને કારણે ડબલ ચીનની સમસ્યા પણ જોવા મળે છે. આ ફેટને ઘટાડવા માટે તમે કેટલીક એક્સરસાઈઝની મદદ લઈ શકો છો.
ફેસ સ્ટ્રેચિંગઃ ફેસ પરના ફેટને ઘટાડવા માટે તમે ફેસ સ્ટ્રેચિંગની મદદ લઈ શકો છો. ચહેરાને પાતળો દેખાડવા માટેની બેસ્ટ એક્સરસાઈઝ છે. એને કારણે સ્કિન ટાઈટ હોય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. આ એક્સરસાઈઝથી ચહેરા પરની ફેટ બર્ન થાય છે અને ફેસ ફેટની સમસ્યા દૂર થાય છે.
જો એક્સરસાઈઝઃ જો એક્સરસાઈઝ પણ ચહેરા પર જામેલા ચરબીના થર દૂર કરવામાં મહત્ત્વનો રોલ નિભાવે છે. આ માટે તમારે પોતાના જડબાને આગળ લઈને જઈને પાંચ સેકન્ડ માટે હોલ્ડ કરવાનો છે. પાંચથી સાત વખત આ એક્સરસાઈઝ રીપિટ કરો. આ એક્સરસાઈઝ ખૂબ જ ફાયદાકારક અને મદદરૂપ સાબિત થાય છે.
ગાલને ફુલાવોઃ આ એક્સરસાઈઝ તમારે દિવસમાં એક વખત કરવાની છે અને આમાં તમારે તમારા ગાળને ફૂલાવીને પછી એને દબાવી દેવાના છે. આવું 8થી 10 વખત કરો. આ એક્સરસાઈઝ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ડબલ ચીનની સમસ્યા પણ દૂર થાય છે.
ચ્યૂઈંગમ દબાવોઃ જો તમારી પાસે એક્સસાઈઝ કરવાનો સમય નથી તો તમે ચ્યૂઈંગમ ખાઈને પણ તમારા ચહેરા પરની ચરબીને દૂર કરી શકો છો. રોજે ચ્યૂઈંગમ ખાવાથી પણ ચહેરા પર જામેલા ચરબીના થર ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે.
જીભ બહાર કાઢોઃ: સાંભળવામાં વિચિત્ર લાગશે પણ ચહેરાં પરની ચરબીને દૂર કરવા માટે આ પણ એક એક્સરસાઈઝ છે. આ માટે તમારે જીભને બહાર કાઢવાની છે અને અમુક સેકન્ડ સુધી જ આમ રહો. આ એક્સરસાઈઝને પાંચથી છ વખત રીપિટ કરો.
