December 20, 2025
નેશનલ

ટ્રેનમાં મળતી ચા પીવાના શોખિન છો? પહેલા આ વાંચી લેજો, નહીંતર…

Spread the love

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વીડિયો વાઈરલ થતાં હોય છે. એમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઈને આપણું મગજ કામ કરવાનું જ બંધ કરી દે છે તો કેટલાક વીડિયો જોઈને આપણને રિયાલિટી ચેક મળે છે. આજે અમે અહીં તમારા માટે આવા જ વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ.

આપણામાંથી મોટાભાગના લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી જ હશે અને આ મુસાફરી દરમિયાન ચટપટી ભેલ, ગરમાગરમ વડાપાંવ કે ચાની ચૂસકીઓનો સ્વાદ માણી જ હશે ને? ભાઈસાબ આ રીતે ચાની ચુસકીઓ માણવાનો આનંદ જ અલગ છે. જો તમે પણ આ રીતે ટ્રેનમાં ચા પીવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે જ છે.

સોશિયલ મીડિયા પર એક નહીં પણ બે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં ટ્રેનમાં મળતી ચા કઈ રીતે બનાવવામાં આવે છે એ દેખાડવામાં આવ્યું છે. આ વીડિયો જોયા પછી અમને તો નથી લાગતું કે તમે બીજી વખત ક્યારેય પણ ટ્રેનમાં મળતી ચા પીવાની પસંદ કરશો. ચાલો જોઈએ વાઈરલ વીડિયો…

સોશિયલ મીડિયા પર ભારતીય રેલવેમાં ટ્રેનોમાં મુસાફરો માટે કઈ રીતે ચા બનાવવામાં આવે છે એ જોઈને તમને ચિતરી ચડશે. એક વીડિયોમાં જોવા મળે છે કે ચા વેચનાર ફેરિયો ચાનું પાણી ગરમ કરવા માટે હીટર રોડનો ઉપયોગ કરે છે. જ્યારે બીજા વીડિયોમાં તો તમામ હદ પાર કરી દેવામાં આવી છે. આ વીડિયો જોઈને તો સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે તેઓ બીજી વખત ટ્રેનમાં ચા પીવાનું નહીં પસંદ કરે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે કે ચા વેચનાર ફેરિયો તો ચા બનાવવા માટે ટ્રેનના શૌચાલયમાં આવેલા નળમાંથી જ પાણી ભરવા લાગે છે. આ વીડિયો પર યુઝર્સ જાત જાતની કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.

તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો અને તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં ચોક્ક્સ લખીને જણાવો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!