February 4, 2026
મનોરંજન

હેપ્પી બર્થડે રહમાનઃ શા માટે ઓસ્કર વિજેતા મ્યુઝિશિયને હિંદુ ધર્મ છોડી ઈસ્લામ સ્વીકાર્યો?

Spread the love

દિલીપ કુમારથી અલ્લાહ રખ્ખા રહમાન બનવા સુધીની સફર અને રહસ્યો

એ આર રહમાન. ભારતીય મ્યુઝિકની દુનિયામાં જાણીતું નામ છે. એ આર રહમાને ભારતમાં જ નહીં, પરંતુ મ્યુઝિકની દુનિયામાં આગવી ઓળખ બનાવી છે. રહમાનના કામની સાથે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે, તેમાંય વળી પોતાના ધર્મને લઈ રહમાનનું નામ લાઈમલાઈટમાં રહે છે. હિંદુમાંથી મુસ્લિમ બનનારા દિલીપમાંથી રહમાન બનનારા સ્ટાર મ્યુઝિશિયનની વાત કરીએ કે એવું શું હતું કે ધર્મ પરિવર્તન કર્યો.

ચેન્નઈમાં જન્મેલા રહમાને ઓસ્કર જીત્યો
એઆર રહમાન છઠ્ઠી જાન્યુઆરી, 1967ના તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં થયો હતો. 59 વર્ષના રહમાનનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો, જ્યારે પહેલું નામ દિલીપકુમાર હતું. જોકે, પરિવારમાં એવી ઘટના બની કે આખું જીવન બદલાઈ ગયું હતું. ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો હતો દીલિપકુમારે. દુનિયામાં ઓસ્કર અને ગ્રેમી એવોર્ડ જીતનારા દિલીપકુમારે માતાપિતાને કારણે ધર્મ બદલ્યો હોવાનું કહેવાય છે.

પિતાને કારણે જીવનમાં પલટો આવ્યો
એઆર રહમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પિતા કેન્સરથી પીડિત હતા અને તેમના છેલ્લા દિવસોમાં એક સુફી સંતે સારવાર કરી હતી. વર્ષો પછી રહમાને સુફી સંત સાથે મુલાકાત કરી અને પરિવાર સહિત પોતે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. દિલીપ કુમારનું નામ એના પછી અલ્લાહ રખ્ખા રહમાન (એઆર રહમાન) નામ રાખ્યું હતું, પરંતુ એઆર રહમાન નામ પોતાને એક હિંદુ એસ્ટ્રોલોજરને કારણે મળ્યું હતું.

મણિરત્નમની રોજા ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ચમક્યો
એઆર રહમાને વાતચીત દરમિયાન કહ્યું હતું કે મ્યુઝિક ફિલ્ડમાં આવવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ વાસ્તવમાં પોતે કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગતો હતો. જોકે, એન્જિનિયર બનવાનું નસીબ નહોતું. 1992માં દિગ્ગજ ફિલ્મનિર્માતા મણિરત્નમે રોજા ફિલ્મમાં પોતાની કારકિર્દીની શરુઆત કરી અને ફિલ્મના મ્યુઝિકે ભારતમાં ચાર ચાંદ લગાવ્યા અને એઆર રહમાનનું નામ જાણીતું બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!