123 વર્ષમાં એપ્રિલ રહ્યો સૌથી ગરમ મહિનો
વધતી ગરમી કે વરસાદ એ આફતના નિર્માણ બરાબર છે. આ વર્ષે એપ્રિલ મહિનો સૌથી ગરમ રહ્યો. 1901 પછી પહેલી વખત એવું બન્યું છે કે દેશના મોટા ભાગના રાજ્યમાં એપ્રલિ મહિના દરમિયાન લૂ-હીટવેવની અસર જોવા મળી હતી. જ્યારે મે મહિનામાં ભયંકર ગરમીના આસાર છે. એટલે ગરમીથી રાહત મળવાની શક્યતા નથી, તેથી મોટા ભાગના રાજ્યમોમાં ગરમીનું પ્રમાણ વધશે, જ્યારે લૂ માટે લગભગ અગિયાર દિવસો છે, પરંતુ 2023નું વર્ષ જેમ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ માનવામાં આવતું હતું, તેનાથી બીજા ચોંકાવનારા ન્યૂઝ એ છે કે વીતેલો એપ્રિલ મહિનો 123 વર્ષમાં સૌથી હોટ રહ્યો છે.
વીતેલા મહિના દરમિયાન પાંચથી સાત એપ્રિલ અને 15થી 30 એપ્રિલના સમયગાળા દરમિયાન હીટવેવની અસર જોવા મલ હતી, જ્યારે સરેરાશ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિના દરમિયાન સરેરાશ તાપમાન 28.12 ડિગ્રી નોંધાયું હતું.
અલબત્ત, 1901થી નોંધાયેલા તાપમાનમાં આ પહેલી વખત બન્યું હતું કે આ બધા રાજ્ય-ભાગમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. 1980ના દાયકા પછી દક્ષિણ ભારતમાં તો સામાન્યથી વધુ તાપમાનની વાત પણ સામાન્ય બની ગઈ છે.
હવામાન વિભાગનું માનવું છે કે દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતના અનેક વિસ્તારોમાં લગભગ અગિયાર દિવસ સુધી હીટવેવની અસર જોવા મળી હતી. રાજસ્થાનના બાકી પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના અમુક ભાગો, ઈન્ટરનલ ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર કર્ણાટક, તેલંગણામાં મે મહિનામાં પાંચથી સાત દિવસ લૂ ફૂંકાશે.
પાંચથી સાત દિવસ હીટવેવ ફૂંકાવવાની વાત આશ્ચર્યજનક છે, કારણ કે સામાન્ય રીતે ઉત્તર ભારતના મેદાની વિસ્તાર, મધ્ય ભારત અને દરિયાઈ વિસ્તારોમાં મે મહિનામાં ત્રણેક દિવસ હીટવેવની અસર જોવા મળે છે.
એપ્રિલમાં પૂર્વ, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં લાંબા સમયગાળા સુધી ગરમી અને હીવવેવ માટે ખાસ કરીને વીજળીના ચમકારા સાથે વરસાદ નહીં પડવાનું કારણ જવાબદાર હતું. ઉપરાંત, પશ્ચિમ બંગાળની ખાડી અને ભારતના પૂર્વ કિનારાના નીચા સ્તરે એન્ટિ સાયકલોનિક સ્થિતિને કારણે ઓછો વરસાદ થયો તેમ જ હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે દરિયામાંથી આવતા પવનો લાંબા સમય સુધી ઓડિશા અને બંગાળ તરફ ફૂંકાયા નહોતા.
હવામાન વિભાગની આગાહી મુજબ મે મહિનામાં સામાન્ય વરસાદ (સરેરાશ 91થી 109 ટકા સુધી) વરસવાનું અનુમાન છે. ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારતના અમુક વિસ્તારો, પ્રાયદ્વીપ અને પૂર્વોત્તર ભારતના મોટા ભાગના પ્રદેશોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે. પાંચ સક્રિય પશ્ચિમી ડિસ્ટબર્ન્સને કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં એપ્રિલ મહિનામાં નિયમિત અંતરે વાવાઝોડા-ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
ટૂંકમા, હવામાન વિભાગના અહેવાલથી જાણવા મળે છે કે આ વર્ષે એપ્રિલમાં 2023ની તુલનામાં પણ વધુ ગરમીનું પ્રમાણ રહ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ મહિનો રહ્યો હતો. દેશના મોટાભાગના રાજ્યના ભાગમાં સામાન્યથી વધુ તાપમાન રહી શકે છે, પરંતુ પૂર્વોત્તર ભારતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનથી સામાન્ય અને સામાન્યથી ઓછું રહેવાની અપેક્ષા છે. એનાથી વિપરીત પૂર્વોત્તર ભારત, ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ક્ષેત્રો અને મેદાની વિસ્તારો તેમ જ મધ્ય ક્ષેત્રને છોડીને દેશના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે.
