સંભાલ કે ભાઈ, Anushkabhabhi ji ગુસ્સે મેં હૈ… વીડિયો વાઈરલ થતાં નેટીઝન્સે લીધી મજા…
અમેરિકા: આ વખતે આઈસીસી ટી20 વર્લ્ડકપ-2024 (ICC T20 Worldcup- 2024)નું અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમની પત્નીઓ પણ સ્ટેડિયમમાં પહોંચી છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બોલીવૂડ એક્ટ્રેસ અને અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (Indian Cricketer Virat Kohli’s Wife Anushka Sharma)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે ગુસ્સામાં એકદમ લાલચોળ જોવા મળી રહી છે.
આ વીડિયો ભારત વર્સીસ પાકિસ્તાન (IND Vs PAK)ની મેચ દરમિયાનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. રવિવારે રમાયેલી આ મેચમાં પણ અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં દેખાઈ હતી અને તે કોઈ સાથે ગુસ્સામાં વાત કરતી જોવા મળી રહી છે. આ જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે અનુષ્કા કોઈની સાથે ગુસ્સામાં વાત કરતી જોવા મળી હતી. ગુસ્સામાં તેનું મોઢું લાલચોળ થઇ ગયેલો દેખાઈ રહ્યો છે. આ ઘટના ચાલુ મેચમાં બની હતી.
અનુષ્કા વીડિયોમાં ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરતી દેખાઈ રહી છે. જોકે વીડિયોમાં એ નથી દેખાઈ રહ્યું કે અનુષ્કા શર્મા કોની સાથે સાથે વાત કરી રહી છે…
#AnushkaSharma angry moment caught on camera #INDvsUSA #T20WC24 pic.twitter.com/wQOJKuONJl
— Surajit (@surajit_ghosh2) June 12, 2024
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મિસ્ટર હેમેક્સ નામની આઈડી પર શેર કરવામાં આવ્યો છે. અનુષ્કાનો ગુસ્સો થઇને ફેન્સ પણ હેરાન થઈ ગયા હતા. અનુષ્કાનો ગુસ્સો જોઈ એક યુઝરે લખ્યું કે ભાભી તો એગ્રેસિવ થઈ ગયા. બીજા એક યુઝરે લખ્યું હતું કે ભાભી ગુસ્સામાં લાગે છે, આખરે મામલો શું છે?
જોકે હજુ સુધી એ કારણ જાણી શકાયું નથી કે આખરે અનુષ્કા શર્માને ગુસ્સો કેમ આવ્યો? અમુક લોકોનું એવું કહેવું છે કે કદાચ વિરાટ કોહલીના જલદી આઉટ થઈ જવાને કારણે અનુષ્કા શર્મા નિરાશ થઈ ગઈ હતી અને એટલે તે ભડકી ગઈ હતી.