એન્ટિ એજિંગ ડ્રગ્સનું ખરેખર જોખમ છે કે નહીં? જાણો દુનિયામાં કેટલા અબજનું માર્કેટ છે?
‘કાંટા લગા’ ગર્લના નામથી જાણીતી શેફાલી જરીવાલાના અચાનક નિધનથી ફિલ્મી ઈન્ડ્સ્ટ્રીના કલાકારોની ઊંઘ હરામ કરી નાખી છે. એન્ટિ એજિંગ ડ્રગ્સથી લઈને અન્ય બાબતને કારણે હેલ્થ ઈન્ડસ્ટ્રી પર ગંભીર સવાલ ઊભા થયા છે. એન્ટિ એજિંગ માટે ગ્લુટાથિઓન ઈન્જેક્શન લેવામાં આવ્યા પછી તેની તબિયડ બગડી હતી, ત્યાર પછી જીવ ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે. હજુ સુધી આ કેસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા નથી, પરંતુ આ બનાવને લઈ એન્ટિ એજિંગ ટ્રીટમેન્ટનું જોખમ અંગે ચર્ચાનું કારણ બની છે.

એન્ટઓક્સિડન્ટ લાઈટનિંગ, ડિટોક્સિફિકેશન એન્ટિ એજિંગ ટ્રીટમેન્ટ માટે લોકપ્રિય
ગ્લુટાથિઓનના ઈન્જેક્શનની કિંમત સામાન્ય રીતે 9,000થી 15,000 રુપિયા સુધી હોય છે, તેથી સવાલ એ પણ ઊભો થાય છે કે કરોડોની સંપત્તિ ધરાવતી શેફાલી જરીવાલાને 42 વર્ષની ઉંમરે 9,000 રુપિયાના એન્ટિ એજિંગ ઈન્જેક્શનથી મોત થયું અને જો થયું હોય તો સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે એલાર્મ બેલ છે. ગ્લુટાથિઓન શું છે. જો એ સવાલ તમારા મનમાં થાય તો આ એક પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે, જે વ્યક્તિની સ્કીનને જવાન અને ચમકદાર રાખે છે. આ પાવરફુલ એન્ટઓક્સિડન્ટ લાઈટનિંગ, ડિટોક્સિફિકેશન અને એન્ટિ એજિંગ ટ્રીટમેન્ટ માટે લોકપ્રિય માનવામાં આવે છે. સેલિબ્રિટીથી લઈને અન્ય કલાકારો પણ આજકાલ ઈન્જેક્શન લગાવે છે.
જોખમ ત્યારે છે, જ્યારે ડોક્ટરની સલાહ વિના ઉપયોગ કરો
કિંમતની વાત કરીએ ગ્લુટાથિઓનના એક શોટની કિંમત લગભગ 9,000 રુપિયા હોય છે, જ્યારે તેના પર એની અસર જોવા મળે છે, પરંતુ તેની સામેના જોખમો પણ છે. ખાસ કરીને જ્યારે વિના કોઈ ડોક્ટરની સલાહ વિના તેનું સેવન કરવામાં આવે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ઈન્જેક્શનથી કિડની, લિવર અને ઈમ્યુન સિસ્ટમ પર પણ અસર પડે છે.
ભારતમાં આ સેક્ટરનું કૂલ કદ રુપિયા 3,00,400 કરોડનું
ગ્લુટાથિઓનનું ગ્લોબલ માર્કેટ 2023માં લગભગ 1.1 અબજ ડોલરનું હતું અને વર્ષે 810 ટકાની વૃદ્ધિ વિકસી રહ્યું છે. 2030 સુધીમાં 2.5 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. ભારતમાં આ સેક્ટરનું કૂલ કદ રુપિયા 3,00,400 કરોડનું છે, જ્યારે 2025 સુધીમાં 7,00,800 કરોડે પહોંચવાની અપેક્ષા છે. સ્કિન લાઈટનિંગ, એન્ટિ એજિંગ અને ડિટોક્સ જેવા ઉપયોગને કારણે ગ્લુટોથિઓનની માગ પણ ધીમે ધીમે વધી રહી છે.
સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ જવાબદાર
માર્કેટની વૃદ્ધિ માટેના કારણમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ જવાબદાર છે. સ્કિન વ્હાઈટનિંગ અને યંગ લૂકની ઘેલછા, મેડિકલ અને વેલનેસ ક્લિનિક્સનો વધતો ઉપયોગ કારણભૂત છે. ગ્લુટોથિઓનના બદલે શું ઉપયોગ કરી શકો તો એના માટે લીલા શાકભાજી (પાલક, બ્રોકલી), વિટામિન સી અને ઈ યુક્ત ખાદ્ય પદાર્થ, નિયમિત કસરત પણ કરી શકો છો. ઉપરાંત પર્યાપ્ત ઊંઘ પણ લેવાથી અનેક પ્રકારની બીમારીથી દૂર રહી શકાય છે.
