July 1, 2025
મનોરંજનહોમ

Raj Kapoor Special (2): અને એ ફિલ્મથી રાજ કપૂરના જીવનમાંથી નર્ગિસની થઈ એક્ઝિટ

Spread the love

બોલીવૂડના શોમેન નામથી રાજ કપૂર દુનિયામાં લોકપ્રિય હતા, પરંતુ તેમની લવ સ્ટોરીને કારણે પણ લોકોમાં વધુ જાણીતા બન્યા હતા. રાજ કપૂર માટે કહેવાય છે કે તેમની જિંદગીની હરએક અભિનેત્રી સાથેના સંબંધોના અજબ ગજબના કિસ્સા હતા, પણ પહેલું નામ તો નર્ગિસ દત્તના નામે સમર્પણ હતું. એક દિગ્ગજ અભિનેતાના દીકરા અને ફિલ્મી દુનિયામાં એન્ટ્રી પહેલા પણ જાણીતા ડાયરેક્ટર સાથે તાલીમ મળી હતી. એ વાત પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યા પછી લગ્ન પણ થયા પણ જેની જોડી પ્રીત બંધાઈ એ નર્ગિસથી પણ એ આજીવન દૂર રહી. રાજ કપૂરની જિંદગીમાંથી નર્ગિસ દત્તાની કઈ રીતે એક્ઝિટ થઈ એ કિસ્સો જાણીએ.
ફિલ્મો થકી નર્ગિસ રાજ કપૂરની નજીક આવ્યા
રાજ કપૂરે આવારા, શ્રી 420, ચોરી ચોરી, અનાડી, બૂટ પોલીશ, અબ દિલ્હી દૂર નહીં, સપનો કો સૌદાગર જેવી હીટ ફિલ્મો બનાવી હતી. પોતાની ફિલ્મો સાથે સાથે નર્ગિસ સાથે નજીક આવતા ગયા હતા, પણ બંને વચ્ચેના એક ખોટા નિર્ણયને કારણે આ સંબંધમાં પૂર્ણ વિરામ મૂકાયું હતું.
પહેલી ફિલ્મમાં નર્ગિસે રાજ કપૂરને આશિક બનાવ્યા
1948માં ફિલ્મ આગ આવી હતી. આગ ફિલ્મમાં નર્ગિસે પહેલી વખત કામ કર્યું હતું. નર્ગિસ એટલી સુંદર હતી કે પહેલી ફિલ્મમાં રાજ કપૂરને પોતાનો બનાવી દીધો હતો. એ વખતે રાજ કપૂરે લગ્ન જ નહી, બે દીકરાનો બાપ પણ હતો. આમ છતાં નર્ગિસને પ્રેમ કરી દીધો હતો. એટલું જ નહીં, દરેક ફિલ્મોમાં રાજ કપૂર નર્ગિસને મુખ્ય અભિનેત્રી તરીકે લેવા લાગ્યા હતા. નર્ગિસ પણ ફિલ્મને હીટ બનાવવા માટે મહેનત કરતી. એ જમાનામાં બોલીવૂડના ક્લાસિક કપલ તરીકે ઓળખાવા લાગ્યા હતા.
લગ્નના નવ નવ વર્ષ પછી નર્ગિસ રાજ કપૂરના દિલ પર રાજ કરતા
નવ વર્ષ સુધી નર્ગિસ રાજ કપૂરની રાહ જોતા રહ્યા હતા. નર્ગિસ પણ રાજ કપૂરને પ્રેમ કરતા હતા. નવ-નવ વર્ષ પછી પણ નર્ગિસને લાગ્યું નહી કે રાજ લગ્ન તેની સાથે લગ્ન કરશે. પણ રાજ કપૂરને પણ પત્ની કૃષ્ણા કપૂર અને પરિવાર સાથે લગાવ હતો, જવાબદારી હતી. સમયાંતરે નર્ગિસને રાજ કપૂરની ફિલ્મોમાં કામ કરવાનું ઓછું થયું. 1955માં છેલ્લે શ્રી 420માં આરકે સ્ટુડિયોમાં છેલ્લી ફિલ્મ કરી હતી. ત્યાર પછી બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું. ફિલ્મી દુનિયાથી અંતર વધ્યું નહોતુ. આરકે સ્ટુડિયામાં કામ નહીં મળતા નર્ગિસે મધર ઈન્ડિયા ફિલ્મમાં કામ મળ્યું અને ઈતિહાસ બની ગયો.
મધર ઈન્ડિયામાં કામ મળ્યું અને દુનિયા પલટાઈ ગઈ નર્ગિસની
આ ફિલ્મે તેમની દુનિયા પણ પલટી. આ ફિલ્મમાં કામ કરવાના નિર્ણયે ભલે નર્ગિસને નવી દુનિયા આપી, પરંતુ આ ફિલ્મના કારણે બંને વચ્ચે અંતર વધી ગયું. સમજો, આ ફિલ્મ પછી રાજ કપૂર અને નર્ગિસ વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા. મધર ઈન્ડિયામાં નર્ગિસનો અદભૂત અભિનય હતો. આ ફિલ્મમાં સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમાર બંને એક નર્ગિસના દીકરાના અવતારમાં હોય છે. ફિલ્મના એક શોટમાં વાસ્તવમાં આગ લાગે છે અને સુનીલ દત્ત નર્ગિસને બચાવે છે. ખેર, આ ફિલ્મ હિન્દી સિનેમા જગતમાં આઈકોનિક ફિલ્મ બની હતી. અને એ પછી સુનીલ દત્તે નર્ગિસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યાની વાત પછી રાજ કપૂર રિયલ લાઈફમાં પડી ભાગ્યા હતા.
એક ઈન્ટરવ્યૂમાં ખૂદ કૃષ્ણા કપૂરે કહ્યું હતું કે રાજ કપૂર આખી રાત દારુ પીએ છે અને રોતા રહે છે. અને હવે જિંદા લાશ બની ગયા હતા. ખેર, નર્ગિસે લગ્ન કર્યા પછી પાછું વળીને ફિલ્મી દુનિયા પર નજર કરી નહોતી. નહીં કે રાજ કપૂર માટે પણ, એના પછીની વાતો ઈતિહાસ હતી. એ વાતો ફરી ક્યારેક કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!