અને એ અંગ્રેજ અભિનેત્રી ભારતીય ક્રિકેટરને દિલ દઈ બેઠી હતી, ખબર છે કોણ હતી?
ભારતમાં ફરવા માટે હજારો ટૂરિઝમના હોટ સ્પોટ છે, જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય યુવાનોને ભારતને ખૂંદી વળવાનું આહવાન કર્યું હતું. હવે તો એનઆરઆઈ જ નહીં, વિદેશીઓને ભારતના ટૂરિઝમ પ્લેસ વિશેષ પસંદ છે. આ દેશને ફરવા આવનારા અનેક વિદેશીઓ ભારતમાં સ્થાયી થવાની સાથે મનપસંદ પાર્ટનર પણ શોધીને ઠરીઠામ થઈ જવાના કિસ્સા છે, જે પૈકી ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહનું નામ લઈ શકાય.
30મી નવેમ્બરે ઉજવી છઠ્ઠી વેડિંગ એનિવર્સરી
આ એ જ યુવરાજ સિંહ છે જેને ઇંગ્લેન્ડ સામેની મેચમાં છ બોલમાં છ સિક્સર મારીને રેકોર્ડ બનાવ્યો હતો. આ જ છ સિક્સર જોનારી ઇંગ્લેન્ડની ગોરી અભિનેત્રીએ પણ યુવી સાથે ભારતને પણ પોતાનું બનાવી લીધું હતું. ગયા અઠવાડિયે જ ભારતના પૂર્વ ક્રિકેટર અને સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહ અને હેઝલે છઠ્ઠી લગ્નની એનિવર્સરીની ઉજવણી કરી. આ એનિવર્સરી પણ લોકોમાં વિશેષ ચર્ચા થઈ અને બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી ત્યારે જાણીએ આ લવબર્ડસની અજાણી વાતો.
અંગ્રેજ અભિનેત્રીને યુવી દિલ દઈ દીધું હતું
કોણ છે એ ગોરી અભિનેત્રી જો તમારા મનમાં થાય તો જણાવીએ ઇંગ્લેન્ડની અભિનેત્રી હેઝલ કીચ. ઇંગ્લેન્ડથી ભારત ફરવા આવી અને દિલ દઈ બેઠી હતી એ ધુરંધર ક્રિકેટરને. હેજલ ભારત ફરવા આવીને અને તેને એક્ટિંગની ઓફર મળી હતી. મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરવાની તક મળી. 2007માં એટલે સુધી કે હેઝલ કીચે તો તમિલ ફિલ્મમાં કામ પણ કર્યું હતું. 2011માં સત્તાવાર રીતે સલમાન ખાનની બોડીગાર્ડ ફિલ્મમાં કામ મળ્યું હતું. કરિના કપૂર સાથે તેની બહેનપણીના રોલમાં જોવા મળી હતી, જેમાં તેનો અભિનય લોકોને પસંદ પણ પડ્યો હતો. બીજી બાજુ મિસ્ટર યુવી પણ તેની ક્રિકેટની કારકિર્દીમાં ટોચ પર હતો અને આ ગોરી અભિનેત્રીને દિલ દઈ બેઠો હતો. સમજોને યુવરાજ સિંહે હેજલને મનોમન ચાહવા લાગ્યો હતો, પરંતુ બેન માનતા નહોતા. એટલે સુધી કે આજ નહીં તો કલ એ નાતે હેજલ યુવરાજને ટાળ્યા કરતી. ત્રણેક વર્ષની ગેપ પછી યુવરાજે કોમન ફ્રેન્ડ મારફત હેજલનો ફરી પીછો કર્યો હતો.
ત્રણ વર્ષ આંટાફેરા માર્યા પછી વાત બની
એક ઈન્ટરવ્યૂમાં ખૂદ યુવરાજે કહ્યું હતું કે ત્રણેક વર્ષ સુધી લટકાવ્યા પછી હું થાક્યો હતો. પણ એક વખત એવું બન્યું કે સોશિયલ મીડિયા પરના એક પ્લેટફોર્મ પર મારો ફ્રેન્ડ હેજલનો ફ્રેન્ડ હતો. પછી તો શું મેં એને સંભળાવી દીધું કે ભાઈ ઈસસે દૂર રહીયો. યેં તીન સાલ તક મુજે ઘાસ નહીં ડાલા, લેકિન બંદા સાદી તો ઈસસે હી કરેગા. બ્લા, બ્લા, પણ એ પછી કોમન ફ્રેન્ડ મારફત તેને મળ્યો અને પછી અમારી લવસ્ટોરી ચાલુ થઈ હતી.
સમજ્યા હીરો-હીરોઈન માટે પણ પ્રેમ અને લગ્ન કરવાની બાબત પણ બચ્ચાના ખેલ નથી. છતાં યુવીને હેઝલ પસંદ પડી, પ્રેમ સાથે લગ્નનું પ્રપોઝ કર્યું અને સફળ પણ રહ્યો હતો. 2016માં લગ્ન કર્યા પણ હેઝલને ક્રિકેટની કોઈ ગતાગમ પડતી નથી એ હકીકત છે. પણ ક્રિકેટરને પત્ની બની ગઈ એ સત્ય છે. આજે ભારતીય ટીમમાં શિખર ધવન હોય કે પછી હાર્દિક પંડ્યા પણ સ્ટાર ક્રિકેટર બન્યા પછી પણ લગ્નજીવન ટકાવવામાં મુશ્કેલીઓ પડી અને છૂટા પણ પડ્યા પણ યુવીની લવસ્ટોરી આજે પણ સ્ટાર લોકો માટે એક શીખ સમાન છે.