અનંત-રાધિકાના ગ્રાન્ડ વેડિંગઃ પીએમ મોદી આવશે કે નહીં?
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના આવતીકાલે લગ્ન થશે, ત્યારે મુંબઈ સાથે દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત અન્ય ક્ષેત્રે લોકોના પણ હાજર રહેશે.
મહારાષ્ટ્ર સાથે ભારતના જાણીતા નેતા અને પ્રધાનો ઉપસ્થિત રહેશે, ત્યારે હવે અનંતના લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર આપી શકે છે. આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈની મુલાકાત સાથે મહારાષ્ટ્ર માટે પણ મહત્ત્વનો દિવસ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુંબઈ મુલાકાતને કારણે બીકેસી પરિસરમાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. એના સિવાય ટ્રાયન્ડ હોટેલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. પીએમ મોદી સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

ત્રણ દિવસમાં આટલા ફંક્શન
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટ આવીતકાલે મુંબઈના બીકેસી સ્થિત જીયો સેન્ટરમાં લગ્ન કરશે. અત્યારે તેમના લગ્નની વિવિધ રીત-રસમ ચાલી રહી છે, ત્યારે આ લગ્નમાં હાજરી આપવા માટે દેશ-દુનિયાની સેલિબ્રિટીઝ મુંબઈ પહોંચી રહી છે. લગ્નમાં હાજર રહેનારા લોકો માટે ઈન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં 13મી જુલાઈના શુભ આશીર્વાદ સેરેમની રહેશે, જ્યારે 14મી જુલાઈના વેડિંગ રિસેપ્શન (મંગલ ઉત્સવ) રાખવામાં આવ્યું છે.

વિદેશી મહેમાનોમાં કોણ રહેશે હાજર
અનંત અંબાણીના લગ્નમાં આવતીકાલે રિયલિટી સ્ટાર કિમ કાર્દશિયન અને ફેમિલી, સ્ટાર જેફ કૂન્સ, બ્રિટનના પૂર્વ વડા પ્રધાન બોરીસ જોન્સન, ટોની બ્લેર, અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન જોન કેરી, સ્વીડનના પૂર્વ વડા પ્રધાન કાર્લ બિલ્ડટ અને કેનેડાના પૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પર પણ હાજર રહેશે. ઉપરાંત, ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ, આઈઓસીના ડેપ્યૂટી ચેરમેન, ડબલ્યુટીઓના પ્રમુખ સહિત ઉદ્યોગજગતની વિવિધ હસ્તીઓ ઉપસ્થિત રહેશે.
ત્રણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13મી જુલાઈના વિવિધ વિકાસલક્ષી કાર્યોની પણ શરુઆત કરશે. એ વખતે બોરીવલી-થાણે લિંક રોડ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડનું ભૂમિપૂજન કરશે. આ બંને યોજનાની કિંમત 14,000 કરોડથી વધુ છે. એના સિવાય પીએમ મોદી મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધી એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે. આ એલિવેટેડ રોડનો ખર્ચ રુપિયા 1,170 કરોડ હશે. આની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના નેસ્કો સેન્ટરમાં અનેક યોજનાઓનું ભૂમિપૂજન કરશે, ત્યારબાદ મુંબઈમાં એક જાહેર સભાને પણ સંબોધશે.
મોદીને આવકારવા તૈયાર
ત્રીજી ટર્મમાં વડા પ્રધાન બન્યા પછી પીએમ મોદીની મુંબઈની આ પહેલી મુલાકાત હશે. પ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ પણ તૈયારીઓમાં વ્યસ્ત છે. એની સાથે વિધાન પરિષદની ચૂંટણીને લઈ નેતાઓમાં પણ વિશેષ ચહલપહલ છે. પીએમ મોદીની આ સંભવિત વિઝિટને કારણે અનંત-રાધિકાના લગ્નમાં ચોક્કસ હાજરી આપી શકે છે.
