અનંત અંબાણીના પ્રી-વેડિંગ Functionમાં રણવીર સિંહે કર્યું આ કારસ્તાન, વીડિયો વાઈરલ
રોમઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં યોજવામાં આવ્યું હતું. એ વખતે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. હવે બીજા પ્રી-વેડિંગ ફંક્શનની મોટી મોટી વાતો ચર્ચામાં છે.
31મી મેના શુક્રવારના કાર્યક્રમમાં હોલીવુડની ગાયિકા કૈટી પેરીએ અનંત-રાધિકાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાન્સમાં 40 મિલિયન પાઉન્ડનો વિલા બુક કરવામાં આવ્યો હતો. પાંચ કલાક ચાલેલા કાર્યક્રમમાં ફાયરવર્ક શો પણ રાખવામાં આવ્યો હતો. દરમિયાન ગુરુ રંધાવાએ પણ મસ્ત પર્ફોમ કર્યું હતું, જ્યારે ગુરુએ ‘નાચ મેરી રાની’ ગીતમાં રણવીર સિંહ અને ઓરીએ ફુલ એનર્જી સાથે ડાન્સ કર્યો હતો. રણવીર સિંહ એટલો બધો ઉત્સાહમાં આવી ગયો હતો કે સ્ટેજ પર પહોંચીને ઓરીને ઉચકીને જોરદાર ડાન્સ કર્યો હતો. ઓરીને તેડીને ડાન્સ કરતો રણવીરનો વીડિયો પણ વાઈરલ થયો હતો. લોકોએ તેના અંગે પ્રશંસા કરતી પ્રતિક્રિયા આપી હતી.
અનંત અંબાણી 12મી જુલાઈના રાધિક મર્ચંટ સાથે લગ્ન કરશે, જ્યારે બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં ચાલી રહ્યું છે. ઈટલીમાં ચાલનારા ભવ્ય સેલિબ્રેશનને લઈ અંબાણીના મહેમાનો માટે પોર્ટ ઓફ સિટીની લગભગ 24 જેટલી શોપ-રેસ્ટોરાં મહેમાનો માટે બુક રહેશે, જ્યાં ટૂરિસ્ટ માટે એન્ટ્રી રિસ્ટ્રિક્શન રહેશે.
અનંત-રાધિકાના સેકન્ડ પ્રી-વેડિંગ ફ્ંક્શનમાં આજે 800 મહેમાન ઈટલીના પોર્ટ સિટી પોર્ટફિનો પહોંચશે. સાંજના પાંચ વાગ્યા સુધી ફક્ત અંબાણી પરિવાર અને તેમના મહેમાનોની એન્ટ્રી થશે. અહીંના વિસ્તારોમાં આમ જનતા માટે તમામ ગિફ્ટ શોપ અને રેસ્ટોરાં બંધ રહેશે.
પોરટિફિનોના મેયરે કહ્યું હતું કે પાર્ટીમાં આવનારા તમામ મહેમાનોને એક હેન્ડબેગ આપવામાં આવશે, તેનાથી તમામ મહેમાનોને શહેરમાં એન્ટ્રી કરવામાં આવશે. શહેરમાં આવનારા મહેમાનો ગમે ત્યાં અવરજવર કરી શકશે.
આજના ફંક્શનમાં જાણીતા સિંગર આંદ્રેયા બોસિલેઈ અને વાયોલિનિસ્ટ એન્સ્તાસિયા પેતિશૈક પર્ફોમ કરશે. આ પર્ફોમન્સને સ્થાનિક લોકો જોઈ શકશે. મહેમાનો અહીંની ગિફ્ટ શોપમાંથી પોતાના યા પરિવાર માટે કોઈ ગિફ્ટ લઈ શકશે. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં શાહરુખ ખાન, સલમાન ખાન, કરિશ્મા કપૂર, કરણ જૌહરથી લઈને અનન્યા પાંડે વગેરે સેલિબ્રિટીઝે મોજ કરી હોવાના અહેવાલ છે.