બોલો આ હોટેલમાં ભૂત ખુદ પીરસે છે સરકટ્ટા પિઝ્ઝા…
હાલમાં જ્યાં જુઓ ત્યાર શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2નો જાદુ છવાયેલો છે, જેમાં સ્ત્રી બાદ સરકટ્ટાનો આતંક બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરાવી રહ્યો છે. પરંતુ શું તમે કયારેય કોઈ એવી હોટેલ કે રેસ્ટોરા વિશે સાંભળ્યું છે કે જ્યાં સરકટ્ટા પિઝ્ઝા સર્વ કરવામાં આવતો હોય ને એ પણ પાછા ભૂત દ્વારા? ચાલો આજે તમને આવી અનોખી હોટેલ વિશે જણાવી અને ક્યાં આવેલી છે આ હોટેલ…
પિઝ્ઝાએ આજના જમાનામાં આબાલ વૃદ્ધ સૌને ગમતી ડિશ છે. અત્યાર સુધીમાં તમે અલગ અલગ પ્રકારના પિઝ્ઝા ખાધા હશે, પણ અમે જે પિઝ્ઝા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ પિઝ્ઝા વિશે તો તમે ચોક્કસ નહીં જ સાંભળ્યું હોય.
એક તરફ જ્યાં બોક્સ ઓફિસ પર સ્ત્રી 2ના સરકટ્ટાનો આતંક છવાયેલો છે ત્યાં બીજી બાજુ ઈન્ટરનેટ પર ખોપડીવાળા પિઝ્ઝાનો કહેર જોવા મળી રહ્યો છે. નેટીઝન્સ આ વીડિયો જોઈને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ અનોખા પિઝ્ઝા વિશે વાત કરી રહ્યા છીએ.
ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા આ રેસ્ટોરામાં લોકો આવીને સરકટ્ટા પિઝ્ઝા એન્જોય કરી રહ્યા છે, એટલું જ નહીં પણ અહીં વેઈટર પણ ભૂતના કોસ્ચ્યુમમાં લોકોને ફૂડ સર્વ કરે છે. ખોપડી કે સરકટ્ટા પિઝ્ઝા સર્વ કરતી રેસ્ટોરા ડેવિલ થીમ આધારિત છે. આ રેસ્ટોરાની દીવાલ અને ડેકોરેશન પણ આ થીમને ધ્યાનમાં લઈને જ કરવામાં આવ્યું છે, જે લોકોને ડરાવવા માટે કાફી છે.
રાજદીપ સિંહ નામના ઇન્ફલ્યુએન્સરે સોશિયલ મીડિયા પર આ રેસ્ટોરાનો વીડિયો શેર કરીને લોકેશનમાં પાતાલ લોક એવું લખ્યું છે. પોસ્ટની સાથે ભલે લોફેશન નથી નાખવામાં આવ્યું પંજ્યારે ગૂગલ પર આ નામથી રેસ્ટોરાંના લોકેશન વિશે સર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે આ રેસ્ટોરા વારાણસીનાં ચેતગંજ ખાતે આવેલું છે. જો તમે પણ વારાણસી ફરવા જાવ ત્યારે ચોક્કસ એક વખત આ રેસ્ટોરાંની મુલાકાત લેજો…