Former PM Dr. મનમોહન સિંહ પર બનાવાઈ હતી આઈકોનિક ફિલ્મઃ 7 ડાયલોગ્સે ખળભળાટ મચાવ્યો હતો…
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું 92 વર્ષે નિધન થયું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અવસાનને લઈ સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, ત્યારે મનમોહન સિંહ એક એવા નેતા, વડા પ્રધાન હતા કે જેઓ એક યુનિવર્સિટીના વિદ્યાર્થીથી લઈ કોંગ્રેસના કાર્યકરના દિલમાં રાજ કરતા હતા. વિરોધપક્ષના નેતાઓમાં તેઓ લોકપ્રિય હતા, જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં પણ તેમની નીતિ, યોજનાઓને અનુસરવાનું મુનાસિબ લાગ્યું હતું.
રાજકારણ, એજ્યુકેશનથી અલગ વિષયની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વને કારણે તેઓ વિરોધીઓ માટે ટીકાનું કારણ બન્યા હતા. તેમના પર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. મનમોહન સિંહ પર આઈકોનિક ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર બનાવી હતી, જે ફિલ્મે વિવાદ થયો હતો.
92 વર્ષના મનમોહન સિંહના અવસાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આર્થિક ક્ષેત્રે તેમના સુધારાને અર્થવ્યવસ્થાને નવો જ આકાર આપ્યો હતો. ડો. મનમોહન સિંહના જીવન પર ફિલ્મ બનાવી હતી અને નામ હતું ધ એક્સિડેન્ટ પ્રાઈમ મિનિસ્ટર. આ ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહન સિંહની ભૂમિકા ભજવી હતી, જ્યારે અક્ષય ખન્નાએ તેમના નજીકના વિશ્વાસુ સંજય બારુનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ સંજય બારુના પુસ્તકના આધારે ફિલ્મ બનાવી હતી.
ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર 11 જાન્યુઆરી 2019ના રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ લઈને વિવાદ થયો હતો. વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો હતો. અ ફિલ્મ દ્વારા મનમોહન સિંહની છબિને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મના સાત ડાયલોગ પણ લોકોમાં જોરદાર લોકપ્રિય બન્યા હતા. પહેલો ડાયલોગ હતો. મુજે તો ડોક્ટર સાહેબ ભીષ્મ જૈસે લગતે હૈ. જિનમે કોઈ બુરાઈ નહીં હૈ, પણ ફેમિલી ડ્રામા કે વિક્ટિમ હો ગયેં હૈં. બીજો મહાભારતમાં મેં દો પરિવાર થે, ઈન્ડિયા મેં એક હી હૈ. ત્રીજો ડાયલોગ હતો 100 કરોડ કી આબાદીવાલે દેશ કો કુછ ગિને-ચુને લોગ ચલાતે હૈ. યે દેશ કી કહાની લિખતે હૈ. ન્યુક્લિયર ડિલ કી લડાઈ હમારે લીએ પાનીપત કી લડાઈ સે બડી હૈ. પૂરે દિલ્હી દરબાર મેં એક હી તો ખબર થી કી ડોક્ટર સાહેબ કો કબ કુર્સી સે હટાયેંગે ઔર કબ પાર્ટી રાહુલ જી કા અભિષેક કરેગી. મુઝે ક્રેટિડ નહીં ચાહિયે. મુઝે અપને કામ સે મતલબ હૈ, ક્યોંકિ મેરે લિયે દેશ પહેલે આતા હૈ. મેં ઇસ્તિફા દેના ચાહતા હું એક કે બાદ એક કરપ્શન સ્કેન્ડલ.
