અમરીશ પુરી Special: શું કહે છે કરણ જોહર જાણો?
બોલીવુડની ઈન્ડ્સ્ટ્રીમાં એવા પણ વિલનનું નામ જાણીતું બન્યું છે, જે અભિનેતાના સમકક્ષ તેમનું નામ લેવાય છે, જ્યારે એટલી જ તેમની વેલ્યુ કરાય છે. ચાહે આજે તેમનું અસ્તિત્વ હોય કે નહીં પણ તેમના અભિનયની સાથે તેમની ઈમાનદારી તરીકે આજે અકબંધ છે. ફિલ્મી દુનિયામાં દિવગંત અભિનેતા અમરીશ પુરીનું નામ આજે પણ બહુ સન્માનીય રીતે લેવામાં આવે છે કે પણ એક જમાનામાં તેમના અભિનયને કારણે મહિલાઓ જ નહીં, પુરુષો પણ તેમને પસંદ કરતા નહીં, કારણ તેમના અભિનયની વાત હતી.
દિલવાલે દુલ્હનિયા ફિલ્મની વાત જાણો
હંમેશાં વિલનના રોલમાં જોવા મળેલા અમરીશ પુરીથી અમુક ફિલ્મના અભિનેતા પણ ડરતા. અભિનેતા જ નહીં, પણ આજના જાણીતા ફિલ્મ નિર્માતા અને ભૂતકાળમાં આસિસ્ટંટ ડાયરેક્ટર પણ. વાત બોલીવુડની જાણીતી ફિલ્મ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેની. આ ફિલ્મને આદિત્ય ચોપરાએ બનાવી હતી, જ્યારે આદિત્ય ચોપરાને કરણ જોહરે આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.
આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ, કાજોલના પિતા તરીકે અમરીશ પુરી હતા. ફિલ્મમાં અમરીશ પુરીને બહુ રિજિડ અને સ્ટ્રિક્ટ બનાવ્યા હતા. ફિલ્મ સિવાય પણ અભિનય મુદ્દે એક વિલન તરીકે જાણીતા હોવાથી કરણ જોહર પણ તેનાથી ડરતા હોવાનું એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું.
સૌથી વધુ ડર એમનો લાગતો
એક ઈન્ટરવ્યૂમાં કરણ જોહરે કહ્યું હતું કે મારા ફાધર અને અમરીશજી એક જ ગામના હતા. મારા પિતાજીએ સૌથી પહેલા જો કોઈ શખસના પગે લાગવાનું કહ્યું હતું તો એ હતા અમરીશજી. પણ મને એમનાથી બહુ ડર લાગતો હતો. ફિલ્મના શેટ પર તેઓ બહુ પંક્ચ્યુઅલ રહેતા હતા. નાની નાની વાતોનું ધ્યાન રાખવા સાથે દરેક બાબતની દરકાર લેતા.
ઈમાનદાર કલાકાર પણ ખરા
એક વખત તો તેઓ સેટ પર આવ્યા અને પૂછ્યું કેટલા વાગ્યા છે, સીનનો ટાઈમ શું છે તો મેં જણાવી દીધું. મને લાગ્યું હતું કે મને પૂછે છે એટલે મેં જવાબ આપી દીધો. તો એના સામે ફરી તેમણે મને કહ્યું લંડનમાં શું ટાઈમ થયો છે. સીનનો શું ટાઈમ થયો છે. એટલા માટે હું ટાઈમ સેટ કરી શકું. વાત આગળ કરીને તેમણે પૂછ્યું હતુ કે હું શોલ કઈ રીતે ડ્રેપ કરું. મને તો એ વખતે પણ ડર લાગતો હતો. તેમના ડર સાથે આદર પણ હંમેશાં રહેતો હતો. વાસ્તવમાં તેઓ નેક અને ઈમાનદાર કલાકાર હતા એવું કરણ જોહરે જણાવ્યું હતું.
ઉત્તમ કલાકાર હતા
કરણ જોહરની સાથે અજય દેવગણે પણ કહ્યું હતું કે તેઓ ભલે ફિલ્મોમાં નેગેટિવ અભિનય તરીકે જાણીતા હતા, પરંતુ ઉત્તમ કલાકાર હતા. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વર્તુળો સાથે એકદમ નજીક રહેતા. તેમના નજીકના લોકો સાથે પારિવારિક સંબંધ ધરાવવા માટે જાણીતા હતા. ફિલ્મી કલાકારોના ઘરે કોઈ સારો પ્રસંગ કે પછી નરસી વાત બન્યા પછી ઈન્ડસ્ટ્રીમાંથી જો કોઈ પહેલું પહોંચનારા હોય તો અમરીશજી હતા. એ વાત તેમની નોંધવી પડે. સાચે તેઓ નેક ઈન્સાન હતા, એમ દેવગને જણાવ્યું હતું.